________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧૦ અર્થ–સંકલેશના સંબંધ વિના અને કલ્યાણના અંગરૂપે પ્રકૃતિ જ્યારે હેય ત્યારે તે પ્રકૃતિને સત્ય તાત્વિકી પ્રકૃતિ જાણવી, તેથી અન્ય સંકલેશવાળી પ્રકૃતિ પૂર્વ સેવા રૂપે જે કહેવાય છે તે માત્ર ઉપચારથી જ કહેવાય છે તેમ જાણવું. ૧૮૪
વિવેચન –જે પ્રકૃતિની વાત કહેવાય છે તે પ્રકૃતિ જ્યારે સંકલેશમય હોય છે ત્યારે વારંવાર પુનબંધકતાવાલી હોય છે. પણ જ્યારે તે પ્રકૃતિ વડે પુરૂષ રૂપ આત્માને દુઃખમય આધિ, ઉપાધિ, વ્યાધિમય સંકલેશથી સંસારના દુખને અત્યંત અનુભવ થાય છે, ત્યારે તે આત્મા સંસારવાસનાથી કંટાળો લાવીને હળવે હળવે સત્ય અનુભવ થવાથી પુન્ય
ગની પ્રવૃતિમાં જોડાય છે, ત્યારે તીવ્ર પ્રકારના સંકલેશના અભાવથી તથા પુન્યરૂપ કલ્યાણય પ્રકૃતિથી ક્રમે ક્રમે ચઢતા ભાવે ભવ વૈરાગ્યથી (સંવેગ, નિર્વેદથી) તાવિક કલ્યાણમય મોક્ષમાર્ગ રૂપ પૂર્વ સેવા વ્રત, પચ્ચખાણ, જીવરક્ષા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અકિંચનત્વ, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિથી યુકત, મહાબતની ભાવનામય અધ્યાત્મ ભાવનામય પ્રવૃત્તિ કરાય છે. તે તાત્વિકી પ્રકૃતિ જાણવી એટલે આત્મસ્વભાવિકી અને ધર્મની પ્રાપ્તિ માટે યોગ્યતા લાવનારી જાશુવી. કારણ કે ધર્મને જે યોગ્ય થયેલ હોય તેને તે પ્રકૃતિ પ્રગટે છે. અને તેથી અન્ય એવી જે પ્રકૃતિ પૂર્વ સેવા રૂપે ગણાવી છે, તે સત્ય તાવિકી પ્રકૃતિ જાણવી, તેથી અન્ય પ્રકૃતિ તે સંસારને વધારનારી વિકૃત પ્રકૃતિ જાણવી. તેમાં પૂર્વ સેવા જે થાય છે,
For Private And Personal Use Only