________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન –જેમ કેઈ ઉત્તમ મંત્ર વિદ્યાને સાધનારે પુરૂષ સમર્થ ઉત્તરસાધકની સહાયતાથી રહિણી આદિ. માંથી કંઈક ઉત્તમ વિદ્યા સાધવા માટે પ્રવૃત્ત થયે છતાં એકાગ્ર ભાવે વિદ્યા મંત્રનું ધ્યાન કરવામાં લીન થયેલ છે, તેવા સમયમાં અનેક વેતાલાદિક તરફથી ભયે ઉભા થાય તે સર્વને જીત્યા હોય, અને વિદ્યા સિદ્ધ થવાના છેલ્લા કાલમાં જે ભય ઉપસર્ગમાં રહેલું હોય તે દુઃખ તે આપે છે, પણ તે સાચા સાધકને બહુ ખેદજનક નથી હેતે, તેવી રીતે ભવ્યાત્માઓને છેલ્લા પુલ પરાવર્તનમાં જે કે આઠે કર્મની બંધનતા ઉત્કૃષ્ટ હોય, તે પણ સંસારને લાંબા કાલ ન હોવાથી અત્યંત દુઃખકર નથી થતું. એ વાત સૂક્ષ્મ બુદ્ધિથી અવશ્ય વિચારશે. કારણકે વિવેકવંત સંપુરૂષોને ભવિષ્ય કલમાં પ્રાપ્ત થનારી મોક્ષમાર્ગ રૂપ વસ્તુને મેળવવા માટે નિરંતર પ્રવૃત્તિ ચાલે છે, તે વખતે મહિને પ્રગટ કરનારા ઉપસર્ગ પરિષહો પણ પ્રગટે છે, પણ તે સદુપયેગવંત તેથી ખેદ પામતે નથી. ૧૭૩
તે વાતને સિદ્ધ કરવા માટે દષ્ટાંતને પ્રગટ કરતાં કહે છે-- सिध्धेरासन्नभावन, यः प्रमोदो विजम्भते । चेतस्यस्य कुतस्तेन, खेदोऽपि लभतेऽन्तरम् ॥ १७४॥
અર્થ –જેમને સિદ્ધિઓ પ્રગટ થવામાં કાલની નજીકતા આવેલી છે, તેઓને ચિત્તમાં જે પ્રમાદ પ્રગટે છે, તેઓને મનમાં જરા પણ ખેદ કયાંથી જ હોય ? ૧૭૪
For Private And Personal Use Only