________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૯
વિવેચનઃ–પુરૂષ એટલે આત્મા તે સાંખ્યદર્શન કારે માનેલ પ્રકૃતિના વિકારથી દિક્ષા એટલે જોવાની ઈચ્છા કરે છે. શિવ દર્શનકારે ભયબીજ કહે છે, અને વેદાંતી ઓ બ્રાતિરૂપ અવિવા, સીગતે અનાદિ કલેશમય વાસના કહે છે, તે દિક્ષા, ભવબીજ, અનાદિ વાસના વિગેરે શબ્દથી સાધે છે, તે દર્શનકારોએ પિતાની ભાષામાં ઈષ્ટ માનેલ જુદા જુદા લક્ષણેથી તેની સિદ્ધિ બતાવી છે. અમે
સ્યાદ્વાદ સિધ્ધાંત વડે બાંધેલા લક્ષણથી જીવાત્માને સંસારમાં રહેવાનું કારણ એક માત્ર કર્મદલને બાંધવાની ચેગ્યતા જ છે, એમ જણાવીએ છીએ. તે બધા અર્થની અપેક્ષાથી એકજ સ્વરૂપના જ છે. શબ્દની ભિન્નતા ભલે હોય, પણ અર્થનું એકત્વ આવતું હોય તેમાં વિશેષ નથી ગણતે. કારણ કે સર્વ દર્શનકારના શાસ્ત્રોમાં સાધ્ય એક માત્ર મુકિત માર્ગજ છે. તેવા નિવૃત્તિ માર્ગમાં ગમન કરનારાના શુભ અધ્યવસાયે કઈ પણ ભાષાવાલા હાય, તે બાહ્ય ક્રિયાના ગમે તેવા ભેદવાલા હાય, પણ સુંદર એક માક્ષને જ માર્ગ વિચારતા હોય તે ગમે તે કાલે સત્ય વસ્તુ પ્રાપ્ત કરે છે. ૧૬૯
આમ હવાથી જે સિદ્ધ થયું છે તે જણાવે છે – एवं चापगमोऽप्यस्याः, प्रत्यावर्त सुनीतितः । स्थित एव तदल्पत्वे, भावशुद्धिरपि ध्रुवाः॥ १७० ॥
અર્થ:–એવી જ રીતે એને અપગમ પણ દરેકે દરેક આવર્તામાં થાય છે. એટલે એક એક કર્મબંધ
3
For Private And Personal Use Only