________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ –એવી જ રીતે જીવાત્માને અનાદિ કાલથી મુક્ત માનીએ, અને યેગ્યતાને ન માનીએ તે એ ન્યાયથી બીજા સંસારી આત્માની પેઠે મુક્તોને કમને સંબંધ લાગુ પડે ૧૬૬.
* વિવેચન –એવી રીતે આત્માને અનાદિથી ચગ્યતાના અભાવે કર્મબંધના અભાવવા, નિત્ય મુક્ત માનીએ તે અતિવ્યાપ્તિ આવે છે. તે છતાં પણ સદાશિવ રૂપ આત્માને અનાદિ મુક્ત એટલે કમલ રહિત માનીએ તે, તથા એગ્યતા વિના જીવને કર્મ સંબંધ થવાથી કર્મબંધ માનીએ તે, કમલથી રહિત થયેલા સિદ્ધ પરમાત્માને, અને અન્ય દર્શનકારોએ નિત્ય માનેલા ભગવાન સદાશિવને પણ કર્મમલથી પરવશ થવાને પ્રસંગ આવે, એટલે અતિવ્યાપ્ત દોષ આવે છે. અને તેથી સંસારના પ્રવાહમાં જન્મ મરણ કરતા દેવ, નારક મનુષ્ય તિર્યંચ નિમાં ભ્રમણ કરતા સંસારી જીવાત્માઓ અદષ્ટ એટલે કર્મના બલથી જન્મ, મરણના દુઃખ ભોગવે છે. તે ન્યાયે કર્મબંધનની યેગ્યતા વિના પણ નિત્ય મુક્ત ગણાતા એવા ઈશ્વર સદાશિવ, શિવ વિગેરેને પણ સંસારમાં જન્મ મરણ કરવા પડશે, સંસારી જીવના જે લક્ષણ છે તે પણ નિત્યમુક્ત અથવા કર્માભાવથી યુકત એવા સિદ્ધ પરમાત્માને લાગુ પડશે, તે તે પ્રત્યક્ષપણે અનિષ્ટ છે. માટે જીવમાં કર્મ બંધની ગ્યતા અવશ્ય માનવી જોઈએ અતિવ્યાપ્તિને અર્થ શું? સાધ્યમાં રહ્યા છતાં અસાધ્યમાં જે લક્ષણ
For Private And Personal Use Only