________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭૬
ચથી યુક્ત જે ક્રિયા કરાય, તે ભાવમાં અત્યંત શ્રેષ્ઠ એવા શુદ્ધ શ્રદ્ધારૂપ દેવ ગુરૂ ધર્મ ઉપર આદર પૂર્વકની અત્યંત રૂચિ રૂપ સમ્યક્ત્વ પૂર્વક હોય છે. તેમજ દેવ પૂજા, ગુરૂ ભક્તિ, સામાયિક, પ્રતિક્રમણ વિગેરે અનુષ્ઠાનો આદર શ્રદ્ધા પૂર્વક કરવા. તેમજ શમ, સંવેગ, નિર્વેદ, અસ્તિ કયતા, અનુકંપા એ ભાવના વડે અંતરમાં સંસારની અસારતા ભાવવી, અને મોક્ષની પ્રાપ્તિ માટે યોગ્ય એવા ધર્મ માને ગ્રહણ કરવાની અત્યંત અભિલાષા કરવી. દેવ પૂજા, ગુરૂ ભક્તિ, સાધુને દાન આપવું, જીની દયા, વ્રત પચ્ચખાણ વિગેરે ભાવ પૂર્વક કરવા. દેશ ચારિત્ર વા સર્વ ચરિત્રમાં શુદ્ધ ઉપગ પૂર્વક ધ્યાન રાખવું તેમજ સમાધિમાં એકત્વ ભાવ થતાં જે આનંદ થાય, તે શુદ્ધતા પૂર્વક અમૃતાનુષ્ઠાનનો જે ઉપયોગ તે જ જન્મ મરણના શય રૂ૫ રોગને એક જ માત્ર ઉપાય છે. તે કારણે તેવી ભાવનાને અમૃત એવી સંજ્ઞા (નામ) આપેલ છે. એમ શ્રી ગૌતમ ઇંદ્રભૂતિ, સુધમોસ્વામી આદિ મહામુનિએ કે જેમણે પ્રત્યક્ષ તીર્થકર દેવ શ્રી મહાવીર પરમાત્માના સુખથી ઉપદેશ સાંભળીને દ્વાદશાંગી એટલે બાર અંગ અને ચૌદ પૂર્વની બે ઘડીમાં રચના કરી છે, તે પરમ આપ્ત ગુરૂવાએ આપણને જણાવ્યું છે. ૧૬૦
એમ પાંચ અનુષ્ઠાનને પ્રસંગ પામીને જણાવ્યા, હવે ચાલતા પ્રકરણને સમર્થન કરતાં જણાવે છે –
एवं च कर्तृभेदेन, चरमेऽन्यादृशं स्थितम् । पुद्गलानां परावर्त, गुरुदेवादिपूजनम् ॥१६१॥
For Private And Personal Use Only