________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ વૃદ્ધિ થાય છે, તેમ સમાન જણાતાં અનુષ્ઠાનમાં પણું જાણવું. ૧૫૩
એને સિદ્ધ કરતાં જણાવે છે – इत्थं चैतद्यतः प्रोक्तं, सामान्येनैव पञ्चधा । विषादिकमनुष्ठानं, विचारेऽत्रैव योगिभिः ॥१५४॥
અર્થ:–આમ સામાન્ય રીતે સર્વ અનુષ્ઠાને પાંચ પ્રકારના જણાવ્યા છે. તેના વિચારમાં વિષ આદિ પાંચ પ્રકારના ભેદ પૂર્વ સેવા આદિના થાય છે એમ ગીઓ કહે છે. ૧૫૪
વિવેચન –એ પ્રકારે પૂર્વે જે ભાવના કહી છે, તે પ્રમાણે સામાન્ય રીતે જિનવર-ગુરૂવર-વિગેરેની સેવા-પૂજા કરે, તેમજ વત, પચ્ચખાણ કરે, સદાચાર પાલે, એ સર્વ સદ્ અનુષાને કરાય છે. તેના જીવ વિશેષના અધ્યવસાય અનુસારે વિષ આદિ પાંચ પ્રકારે સામાન્ય ભાવે પાડેલા છે. તે અનુષ્ઠાને જીવનું છેલ્લા આવર્તમાં આવવાપણું કે ચરમાવર્તમાં નહિ આવવાપણું જણાવતા હોવાથી, તેને લગતું
સ્વરૂપ સમજવાનું જરૂરી છે. તેથી વિષ, ગરલ, અનનુષ્ઠાન, તહેતુ ને અમૃત એમ પાંચ પ્રકારના અનુષ્ઠાનની વિચારણા આ વેગશાસ્ત્ર, ગબિંદુ ગ્રંથમાં કહી છે. તેમજ સાંખ્ય યુગ વિગેરેના મત પ્રમાણે પતંજલિ વિગેરેએ જણાવ્યું છે. તે અનુષ્ઠાનનું સ્વરૂપ હવે આગળ કહીએ છીએ. ૧૫૪ - તેમાં પ્રથમ તે વિષાદિ અનુષ્ઠાનનાં નામ જણાવે છે – विषं गरोऽननुष्ठान, तद्धतुरमृतं परम् । गुर्वादिपूजानुष्ठान-मपेक्षादिविधानतः ॥१५५।।
For Private And Personal Use Only