________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૧ તે તાપસના મહંતને માથે જે મુગટ હવે તેમાં મયૂરના પીંછા હોવાથી ભીના રાજાને તે મુગટ પહેરવાની ઈચ્છા થઈ, પણ જ્યાં આવા શિકારી લેકેને વાસ હોય ત્યાં મયૂરે ક્યાંથી આવે? તેથી મયૂરેના અભાવે જોઈએ તેટલાં પીંછા ન મલવાથી તાપસના મહંત પાસે માગણી કરી. પણ મહંતે તેઓની મુગટ આપવાની વાત ન સ્વીકારી, એટલે ભીના રાજાએ તેઓને મારીને પણ પીંછા લેવા ભીલાને આજ્ઞા ફરમાવી. પણ એટલું યાદ રાખવાની સમજણ પાડી કે, તે આપણું ગુરૂઓ છે, તેથી તેમના પગને અડકવું નહિ કારણ કે પૂના પગને અડવાથી મહા પાપ લાગે છે એવું કહેલું છે. માટે તેમના પગને અડક્યા સિવાય તેમને મારીને પીંછાં લાવવાં. ભીલોએ પણ રાજાના કહ્યા પ્રમાણે ગુરૂના પગને સ્પર્યા સિવાય તેમને મારીને મેર પીંછાં લઈ લીધાં. કથાને સાર એ છે કે ગુરૂના પગને સ્પર્શ નહિ કરવા રૂપ જે ગુણ છે, તે ગુણ સાચવ્યા છતાં ગુરૂને મારવા રૂપ માટે દોષ હોવાથી છેડા ગુણની કાંઈ કિંમત નથી. ૧૪૮
એજ વાત જણાવે છે – गुर्वादिपूजनान्नेह, तथा गुण उदाहृतः। मुक्त्यद्वेषाधथात्यन्तं, महापायनिवृत्तितः ॥१४९॥
અર્થઅહીં બુદ્ધિશાળીએાએ પૂર્વ સેવામાં ગુરૂ વગેરેના પૂજનથી તેટલે ગુણ કહ્યો નથી એટલે મહા અનર્થભૂત સંસાર વ્યાપારની નિવૃત્તિ રૂપ મુક્તિના અને જમાં કહ્યો છે. 18૯
For Private And Personal Use Only