________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કાર્યો કરે. તપ, જપ વિગેરે સદુ ધર્મની થેડી વા ઘણી ચેષ્ટા કરે તે પણ મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા અશુભ. મન વચન કાયાના રોગની અશુભ પ્રવૃત્તિ ચાલતી હોવાથી, અજ્ઞાન મેહમાં બુડેલા ને બાહા ધર્મના કારણથી અનંત ગુણ વધારે પાપ રૂપ અપરાધ હોવાથી અવશ્ય ભવિષ્યમાં દુઃખ-દુર્ગતિને ભક્તા થવાનું જ છે. તેથી તેની છેડી સારી ક્રિયા વખાણને પાત્ર નથી. અહિં એક દષ્ટાંત કહેતાં જણાવે છે કે-જેને પૂજ્ય ગુરૂ માનીને સેવા કરવા ચોગ્ય ગણ્યા છે, તેવા ભૌતિક ગુરૂને હણવા માટે ભીલ રાજા તૈયાર થઈને ઘાતકોને જણાવે છે કે ગુરૂ પૂજ્ય હોવાથી તેમના પગને સ્પર્શ ન કરશે તથા તે પાદને હણશે નહિ, તે પાદ પૂજવા ગ્ય છે. તેથી હણવાની બુદ્ધિથી સ્પર્શ કરતાં મહા પાપ લાગે છે. તેની કથા આ પ્રમાણે છે:–
કેઈ એક અટવીમાં અનેક ભલેએ એક નગર વસાવ્યું છે. તેમાં એકને મુખ્ય ગણી રાજાનું સ્થાન આપ્યું છે. ત્યાં અનેક ભીલે જતા આવતા તેને લુંટવાના, તથા દારૂ, માંસ, વ્યભિચાર વિગેરે પ્રકારના અપકૃત્યે કરતા હતા. એવામાં ત્યાં તપસ્યા કરનાર ફળ, ફુલ, કંદ ઉપર જીવન ચલાવનારા તાપસને સમાગમ થયે. તેમને ઉપદેશ સાંભળી ભજનમાં તેમની સાથે ભાગ લેવા લાગ્યા. તાપને મહંત ઉપદેશમાં દેવતા દેવી વિગેરેની પૂજા, યજ્ઞ કરવા, ગુરૂ બ્રાહ્મણને દાન દેવું, વિગેરે ઉપદેશ આપતે હતું. તેથી ભીના રાજા સર્વ ભીલ સાથે તેમના ભક્ત બન્યા, અને સર્વ તાપસની મિષ્ટાન્નથી ભક્તિ કરવા લાગ્યા.
For Private And Personal Use Only