________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
પ્રત્યે દ્વેષભાવ વિનાના જે આત્મા હોય, તેજ પરંપરાએ પૂર્ણ સત્ય શ્રદ્ધાનંત ચારિત્રવંત બનીને ભવિષ્યમાં સર્વોત્કૃષ્ટ કલ્યાણ એટલે તાત્વિક સુખને પામનારા થાય છે, અને નવવૈવેયક અને અનુત્તર દેવને પણ પ્રાપ્ત કરે છે, અને મેક્ષના હેતુભૂત સમ્યગૂ દર્શન, જ્ઞાન ને ચારિત્ર પણ પામે છે. તેથી તેજ જીવ મેક્ષમાર્ગને પામવામાં ઉપયોગી અધ્યાત્મયેગને પામે છે. ૧૪૬
તે પૂર્વ સેવાદિકની વાત કરી છે, તેને અધિકાર જણાવતાં કહે છે કે –
येषामेवं न मुक्त्यादौ, द्वेषो गुर्वादिपूजनम् । त एव चारु कुर्वन्ति, नान्ये तद्गुरुदोषतः ॥१४७॥
અર્થ –જે લોકોને મુક્તિ આદિમાં દ્વેષ ન હોય અને દેવ ગુરૂ ધર્મની પૂજાભક્તિની આરાધના હેય, તેજ લેકો પિતાનું સારૂ કલ્યાણમય કાર્ય કરે છે, પણ તેથી અન્ય મેટા દેષવાલા કલ્યાણ માર્ગને પામી શકતા નથી. ૧૪૭
વિવેચન –જે ભવ્યાત્માઓ છે, તેઓ જ્યારે છેલ્લા પુલ પરાવર્તનમાં આવી ગયા હોય, તે કરતાં વધારે ભમવાનું કારણ ન રહેલું હોય, તેમજ મુક્તિ તથા તેના કારણ રૂપ સમ્યગૂ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ જે યોગ મેક્ષની પ્રાપ્તિનો માર્ગ છે, તેની ઉપર ઈર્ષ્યા ન કરનારા હોય, તેમજ તે માર્ગમાં પ્રવૃત્તિ કરનારા અરિહંત પરમાત્મા, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, સમ્યગૂ દર્શનથી યુક્ત, ભદ્રપરિણામવાલા મનુષ્ય આદિ પ્રત્યે દ્વેષ
For Private And Personal Use Only