________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૫s
એમ આત્મા પ્રત્યે જ્યારે જીવાત્માને હિત બુધિ પ્રગટે છે. ત્યારે લ્યાણને પામનારે થાય છે. ૧૪૬
વિવેચનઃ–પૂર્વે જણાવ્યું તેમ દ્રવ્યથી સાધુપણું લઈને બાહ્ય ભાવે સમિતિ, ગુપ્તિને પાળે, તાળીશ દોષવિનાની ગોચરી લે, તપ કરે, આતાપના પણ લે, તેના પુન્યથી દેવત્વ, ચકિત્વ કે વધારેમાં વધારે પુન્યના બે નવ ગ્રેવેયક સુધી જાય. અહિં પણ બાહ્યા ચારિત્રના બલથી લેમાં પૂજા સત્કાર પણ પામે, દેશનામાં લેકને રાગી બનાવવાની શક્તિ રૂપ લબ્ધિ પણ આવે, તે પણ મુક્તિ ઉપર અરૂચિ કાયમ રહે તે ભવ ભ્રમણજ થાય છે તે કારણે પરમાત્માની જ્ઞાન, દર્શન, ચારિત્રની અપૂર્વ શક્તિ રૂપ લબ્ધિ સાંભળીને તેમના પ્રત્યે પૂજાભક્તિ કરવાની ઈચ્છા થાય, તેમના ઉપદેશેલા શાસ્ત્રોને સાંભળવાની ઈરછા થાય, તેમનાં વચન પ્રમાણે આપણું જીવન સુધારવાની તીવ્ર વાંછા થાય, તે મુક્તિને ઉપાય છે. એટલું જ નહિ પણ બીજી રીતે કઈ પણ શુભ પ્રવૃાર ન કરતા હોય, છતાં પણ મક્ષ એજ જીવને પરમ ધ્યેય છે, એવી શ્રદ્ધા માત્ર હોય, અથવા મેક્ષ પ્રત્યે દ્વેષ માત્રને જ જે અભાવ હોય, તે પણ દ્રવ્યથી સાધુપણું પરંપરાએ તાત્વિક હિતનું કારણે થાય છે. પરંતુ સમ્યક્ત્વ વિનાનું એકલી બાહા ક્રિયા રૂપ દ્રવ્ય સાધુપણું જ કલ્યાણનું કારણ નથી થતું. તે કારણથી કર્મના દેષથી ઉંચ કેટિનું સાધુપણું કદાપિ ન પ્રાપ્ત થયેલું હોય, તેવા દ્રવ્યશ્રામય-દ્રવ્યથી બાહ્યા સાધુતાવાલા જીવાત્માઓ મોક્ષપદ એટલે નિર્વાણમય મુક્તિની અનન્ય શ્રદ્ધાવાલા કે મુક્તિ ૧૭
For Private And Personal Use Only