________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરનારને સુરકને લાભ થાય છે, છતાં પણ તે દુરાગ્રહીને દુર્ગતિનું કારણ કેમ જણાય છે? તેને ઉત્તર જણાવે છે –
ग्रेवेयकाप्तिरप्येवं, नातः श्लाध्या सुनीतितः। यथाऽन्यायाजिता सम्पद्, विपाकविरसत्वतः ॥१४५।।
અર્થ—અંતઃકરણની શુદ્ધિ વિનાનું શ્રાવણ્યપણું જો કે નવેયકની પ્રાપ્તિ કરાવે છે તો પણ ન્યાયથી વખાણવા યોગ્ય નથી, જેમકે અન્યાયથી કદાપિ ધન મલે તે પણ પરિણામે તે અત્યંત દુઃખનું જ કારણ થાય છે. ૧૪૫
વિવેચન –ારી રીતે-માખીની પાંખને પણ ઇજા ન થાય, તેવી રીતે જીવની યતના–દયા પાલે, એમજ બહારથી શુદ્ધ સામાચારીવાલા હોય તેમ છતાં આત્માની સમ્યક્ત્વ યુક્ત શુદ્ધતા ન હોય તેવા સાધુઓની બીજા પુરૂષ વડે સેવા કરાય, અને પૂજ્ય તરીકે મનાય, તેમજ ચકવત્તિ, વાસુદેવ, બળદેવ, માંડલિક વિગેરે રાજા મહારાજા શેઠ વિગેરેથી પૂજાય, છતાં પણ મનથી તેવી ધન સંપદાની ઈચ્છા કરતા, આત્મતત્ત્વની શ્રદ્ધા વિના તેવા પ્રકારના દયા દાન, શિયળ, તપ કરતા રહેવાથી તેમજ પૂર્વ પ્રાપ્ત કરેલ શ્રદ્ધાને ત્યાગ કરેલા પ્રાણીઓ પ્રાય: નવમ ગ્રેવેયક આદિ દેવત્વ, ચક્રવર્તિત્વ, વાસુદેવત્વ, પ્રતિવાસુદેવત્વ, માંડલીકત્વ, રાજ્યત્વ ને શ્રેષ્ઠિત્વને પણ મેળવે છે. તેમ સામાન્ય દેવત્વ પણ પામે છે. પરંતુ શુદ્ધ અંત:કરણની શ્રધ્ધાને અભાવ હોવાથી તેમનું પ્રમણપણું દુર્થહીત-ખેટા કદાગ્રહ યુકત અને સત્ય શ્રધ્ધા વિનાનું હોવાથી વખાણવા
For Private And Personal Use Only