________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૫૦ છે. પણ જે આત્માને મુક્તિ ઉપર શ્રેષપણું છે, એમ પૂર્વે બતાવ્યું છે તે દ્વેષ આત્માના ગુણોને નાશ કરવામાં જ પ્રવર્તે છે. એમ સમજવું. ૧૪૧
હવે કર્મમલને નાશ કરે તેજ મુક્તિ માટે ઉપાય છે. તે વાત જણાવે છે –
स्वाराधनाघथतस्य, फलमुक्तमनुत्तरम् । मलनायास्त्वनौँऽपि, महानेव तथैव हि ॥१४२॥
અર્થ –-જેવી રીતે જ્ઞાન દર્શન ચારિત્રની આરાધનાનું સર્વોત્કૃષ્ટ કલ મેક્ષ કહેલું છે. તેમ કર્મ મેલ મહેટે અનર્થ કરનાર છે એમ જાણવું. ૧૪૨
વિવેચન –સ્વ એટલે પિતાના આત્મ ગુણેની વિધિ યુક્ત આરાધનાથી જેમ મુક્તિના કારણ એટલે ઉપાદાન કારણ રૂપ ઉપાયથી ક્ષાયિક ભાવ રૂ૫ જ્ઞાનાદિને લાભ થાય છે. તેથી મુક્તિ રૂપ ફલ પ્રાપ્ત થાય છે. તે કારણે મુક્તિ રૂપ ફલ સર્વથી અત્યંત ઉત્તમ છે. તે એટલા જ માટે કે જગતમાં સર્વ ફલ કે જે પુગલિક છે તે ક્ષણિક-નાશવંત છે. પરંતુ સમ્યગૂ જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ યોગની આરાધનાનું સર્વથી સર્વોત્તમ મોક્ષ રૂપ ફલ શાશ્વતું છે. તેનું કારણ જે જ્ઞાનાદિ છે તે કર્મ રૂપ મલને નાશ કરનાર છે. મલ છે તે જીવને મહા અનર્થ કરનાર છે. એટલે આત્માની સ૬ જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, તેમજ તપ શક્તિને દાબી દેનાર છે. તે મલના ગે જીવાત્મા નરક તિર્યંચ, મનુષ્ય અને દેવ રૂપ ચાર ગતિમાં ભ્રમણ કરે છે. પરંતુ તે મને
For Private And Personal Use Only