________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
દ્વેષ નથી તેઓને ધન્ય પુરૂષ કહેલા છે. તેથીજ ભવના બીજ રૂપ મેહનો ત્યાગ કરવાવાલા તેઓ કલ્યાણના ભાગી અવશ્ય બને છે. એમ શાસ્ત્રકારે જણાવે છે. ૧૪૦
- વિવેચન-જે આત્માઓ લાંબા કાળ સુધી સંસારમાં રહેવાવાલા નથી હોતા પણ જેમને અર્ધપુદગલ પરાવર્તનથી ઓછો સંસાર બાકી હોય અથવા બે ત્રણ વા સંખ્યાતા ભવમાં મેક્ષ મેળવનારા હોય તેવા ભવ્યને મેક્ષ એટલે નિર્વાણ ઉપર છેષ કે તિરસ્કાર કે અભાવ નથી હતું, પરંતુ તેઓને તે મોક્ષને ઉપદેશ સાંભળતાં, તેનું સ્વરૂપ સમજતા તે મેક્ષ તથા તેની ગાદિ ક્રિયા અનુષ્ઠાન ઉપર અત્યંત રાગ થાય છે. તેવા ભવ્યાત્માએ ધર્મ રૂપ ધનને પ્રાપ્ત કરનારા જાણવા, તેમજ ભવ-સંસારને વધવામાં બીજ સમાન મોહની ગાંઠને ભેદનારા યથાપ્રવૃત્તિકરણ પછી થયેલા અપૂર્વ કરણ વડે બીજને નાશ કરાતું હોવાથી, જેમણે અપૂર્વકરણ રૂપ આમ પરિણામ વડે પોતાની સંસાર વધારવાની ચગ્યતાને –સ્વભાવનો વિનાશ કર્યો છે. તે કારણથી છેલ્લા વા અર્ધપુદગલ પરાવર્તનની અંદર એક, બે વા ત્રશુ કે સંખ્યાતા અસંખ્યાતા ભવ કરી થોડા વખતમાં મેક્ષની સાધના કરવાની હોય, તેવા પરિમિત સંસારી ભવ્યાત્માઓ કે જે તીર્થકર, ગણધર, ચક્રવતી વિગેરે પદની પ્રાપ્તિ વડે વખાણવા યેગ્ય પુન્યશાલી હોય છે, તેઓના આત્માને ધન્યવાદ આપવા યોગ્ય છે. કારણકે તેવા લબ્ધ પુરૂષે જ્ઞાન, દર્શન, ચારિત્ર મય વેગની આરાધના વડે કર્મમલના નાશ રૂપ મેક્ષફળના સુખના ભોક્તા થાય છે. ૧૪૦
For Private And Personal Use Only