________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૩ વિવેચન –કાર્ય પ્રસંગને અનુસારે વા વ્યાખ્યાન ઉપદેશ પ્રસંગે સમયને અનુસારે આવશ્યકતા પુરતું બેલવું, પણ વિતંડાવાદ એટલે બેટા ઝગડામાં ન ઉતરવું, તેમજ મિત એટલે પ્રમાણ સહિત મિષ્ટ ભાષામાં સ્વપરનું કલ્યાણ થાય તેવા પ્રકારનું બોલવું, કેઈનું અહિત થાય તેવાં વચન ન બોલવાં, તેમજ આપણને જે અસત્ય જતું હોય તેવું અસત્ય ન બોલવું. એટલે સત્ય, મિષ્ટ, હિતકરજ બલવું. તેમજ પિતાનાથી જે ન કરી શકાય તેની પ્રતિજ્ઞા ન કરવી, તેમજ જે જે કરવા માટે આપણે કબુલ કરેલું હોય તે કરવું, એટલે જે વ્રત, નિયમ, ધર્મક્રિયા કરવા માટે પ્રતિજ્ઞા (પચ્ચખાણ) કરેલ હોય, તે પ્રતિજ્ઞા અવશ્ય પૂર્ણ રીતે પાળવી, તેમજ કુલ ધર્મ એટલે પિતા, પ્રપિતાની પરંપરાગત જે માન્યતા ચાલતી હોય તે કુલધર્મ તરીકે કહેવાય છે. જેમકે કુલદેવીનું પૂજન કરવું, પૂર્વજોનું પૂજન કરવું, દાન દેવું, શિયળ પાળવું, પુત્ર પુત્રીઓને ધર્મના સંસ્કાર કરવા, ધર્મમાં જે મોટા હોય તેના પગ પૂજવા, પગે લાગવું એવાં જે પિતાની કુલ પરંપરાથી ધર્મ અને કુલના આચાર ચાલતા હોય તેને અનુસરવું, તેમાં પણ પ્રાય: સદાચારનું જેમાં પાલન થતું હોય તેવા કુલ અને ધર્મને આચરવા. કારણકે આર્ય કુલની ધર્મ પરંપરા અનિંદનીય હોય છે. પણ અનાર્ય કુલ પરંપરામાં હિંસા, ચેરી, વ્યભિચાર, લુંટ, જુઠું બોલવું, દારૂ પીવે વગેરે કુલાચારે કહ્યા છે. જે કુલ પરંપરાને આચાર નિંદવાયેગ્ય હોય, હિંસા, ચોરી, મથુન, વ્યભિચાર, અભણ્ય ભક્ષણ. યજ્ઞ યાગ કે જે પશુઓના વધથી યુક્ત હોય, તેવા કુત્સિત કુલાચારનો ત્યાગ કર. ૧૨૮
For Private And Personal Use Only