________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચાર પ્રકારમાં દાન પ્રથમ પદમાં એટલે મુખ્ય પદે રહેલું છે. કારણકે તેજ દાન દાતાને પુન્યવૃદ્ધિ કરતું હોવાથી દાતાના આ ભવ અને પરભવ સંબંધિ નિયનત્વને દૂર કરે છે. એટલે પૂર્વ ભવમાં કે આ ભવમાં અજ્ઞાનતાને વેગે દાન આદિ ક્રિયામાં પ્રવૃત્તિ ન કરવાથી અંતરાય કર્મ બાંધ્યું હોય તે દાન કરવાથી દૂર થાય છે. તે દાન ઉપર કહી તેવી વિધિયુક્ત હોવું જોઈએ. તે વિધિપૂર્વક આપેલું દાન, દાન સંબંધી તેમજ ભાગ ઉપગ વીર્ય તથા લાભના સંબંધી જે અંતરાયે બાંધ્યા હોય તેને નાશ કરે છે, તે કારણે દાનના પુદયથી અનેક પ્રકારના દ્રવ્ય, હીરા, મોતી, માણેક, સુવર્ણ, રૂ વિગેરેને અખુટ લાભ મલતે હોવાથી દારિદ્રતાને નાશ થાય છે. તેમજ દાનથી લેકેને ઈષ્ટ વસ્તુને લાભ મળવાથી તે દાતા પ્રત્યે પ્રેમભક્તિ વધે છે, આદર પૂજ્યતા પણ વધે છે. વળી તે દાન અશુભ કર્મને ઘાત કરનારૂં થાય છે. યોગ્ય પાત્રમાં જે 5 વસ્તુનું દાન કરાય છે, તે પાપને નાશ કરનારૂ ને પુન્યધર્મની વૃદ્ધિ કરનારૂં થાય છે. તેમજ યાચક, વિદ્યાભિલાષી, કવિ, વિદ્વાનને જે દાન કરાય તે યશકીર્તિની વૃદ્ધિ કરનારૂં ને જાદિ તરફથી સન્માન કરાવનારૂં થાય છે. તે “સ્વરિત્તસંતોષ જનરમાણારિકૃદ્ધિદેતુઃ” કીતિ ભાગ્યશાલી દાતારના આત્માને સંતોષ કરનારી થાય છે. તેમજ સોભાગ્યનું તથા પૂના પ્રસાદનું પણ કારણ થાય છે. અહિઆ કાવ્યમાં દાન શબ્દ દરેક વાકયમાં જણાવવામાં આવ્યું છે, તે દાનને અત્યંત આદર બતાવવાના હેતુથી વાપરે છે. ૧૨૫
For Private And Personal Use Only