________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન હોય તે ખાવા માટે આપવાથી) દાન કરવાથી રોગ વધે અને વળી પીડા થાય, અને મરણને પ્રસંગ પણ આવી જાય. એટલે ગ્રાહકનું મૃત્યુ અને દાતારને પાપનેજ લાભ થાય છે. માટે દાતા અને ગ્રાહક બંનેને પુન્ય અને સંતોષ થાય તેવું વિધિપૂર્વક દાન આપવું જોઈએ, પણ જે દાતા અને ચાચકને નરક કે તિર્યંચ ગતિમાં લઈ જાય તેવાં હલ, મુશલ, તરવાર, ભાલે વિગેરે જીવહિંસા કરનારા હથીયાર વિગેરેનું દાન ન કરવું. કારણકે તેવા પ્રકારનું દાન લેનાર તથા દેનારને નરકાદિમાં પાડવાનું કારણ થતું હોવાથી અપકાર કરનારું થાય છે, તે માટે યથાર્થ વિધિપૂર્વક દાન કરવું જોઈએ. એ મત અત્યંત ઈષ્ટ છે. ૧૨૪
હવે દાનનું સ્વરૂપ વર્ણવીને તેની સ્તુતિ કરતાં જણાવે છે – धर्मस्यादि पदं दानं, दानं दारिद्यनाशनम् । जनमियकरं दानं, दानं कीांदिवर्धनम् ।। १२५ ॥
અર્થ –ધર્મનું મુખ્ય અંગ દાન છે, તેમજ દરિદ્રતાના નાશનું પણ કારણ દાનજ થાય છે, તેમજ લેકમાં પણ પ્રીતિ ઉપજાવનારૂં દાન છે, તથા જગતમાં યશ-કીર્તિને ફેલાવે પણ દાનથી થાય છે. ૧૨૫
વિવેચન –અન્યને જે આપવા ગ્યા હોય, તે આપવું તે દાન કહેવાય છે, તે અને આદિ ધર્મ એટલે પ્રાણીને દુર્ગતિમાં પડતા રેકી સદ્ગતિમાં લઈ જાય અને મેક્ષમાર્ગના પણ દર્શન કરાવે તે ધર્મ નામને પુરૂષાર્થ કહેવાય છે. તે ધર્મને જ્ઞાની મુનિ મહાત્માએ ચાર પ્રકારને જણાવે છે. તે
For Private And Personal Use Only