________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
પરંતુ યોગ્ય વય થવાથી બાઈના પિતાએ એક બ્રાહ્મણ જે
ત્યાદિકથી સુખી હતું, તેની સાથે તે બાઈનું લગ્ન કર્યું. આદ તે બાઈ પતિના ઘેર ગઈ. ત્યાં તેને પતિ વિષયમાં આસક્ત હેવાથી તે બાઈને જરા પણ બહાર જવા દેતે નથી. તેણીને પિતાની સખીને મળવા ઈચ્છા વધવાથી, અને પતિ તેથી વિરૂદ્ધ થતું હોવાથી બાઈ અત્યંત ચિંતામાં પડી છે. એક વખતે કઈ રીતે હું મારી સખીને મળું એવી ચિંતા તે કરતી હતી તેવા સમયમાં કેઈક પરિત્રાજિકા તપસ્વિની તે બાઈને ઘેર પરોણાગતે આવી. બાઈએ તેને આદરસત્કાર કરી સારી સેવા બજાવી, તેથી તે પરિત્રાજિકા પ્રસન્ન ચિત્તવાલી થઈને બાઈને પુછવા લાગી કે તારૂં હું કેવા પ્રકારનું હિત કરૂં? બાઈએ પિતાની પરતંત્રતાનું એટલે પતિને આધીનપણાનું દુઃખ તેની પાસે જણાવ્યું, અને પતિ પિતાને આધીન થાય તે ઉપાય બતાવે એમ વિનતિ કરી. તે સાંભળીને પરિત્રાજિકા કહેવા લાગી કે “હે પુત્રી ! હવે તું ખેદ ન કરીશ. જેમ મંત્રબલથી સર્વ વિષ રહીત કરાય છે, તેમ આ મૂલિકાના બળથી તારા પતિને તારા આધીન, તારું કહ્યું કરે તે રાંકડે બનાવી દઉં છું. એમ કહી એક મૃલિકા તેને આપી, અને જણાવ્યું કે ભેજનમાં ભેળવીને તારે તેને ખવડાવી દેવી, તેથી તારું કાર્ય સિદ્ધ થશે, એમ કહીને મૂલિકા આપી તે પોતાના સ્થાનકે ગઈ. તે પ્રમાણે તે આઈએ અનુકુળ સમયે કર્યું. અને તે મૂલિકાના પ્રભાવથી તે બાઈને પતિ ગૌર વર્ણવાળે અને ઉંચી સ્કંધવાળે બળદ બની ગયે. એકદમ આવું બનેલું જોઈને બાઈ મનમાં
For Private And Personal Use Only