________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
એક દેવને આશ્રય કરીને બેસી રહેતા નથી. અને જે ઈતિને તથા ક્રોધાદિકને જીતનારા છે તે દુખે તરી શકાય તેવા સંસાર સમુદ્રને તરી જાય છે. ૧૧૮
વિવેચન –સર્વ દેવે જે લેકમાં પૂજાય છે, જેમના મંદિર, પ્રતિમાઓ છે, એવા બ્રહ્મા વિષ્ણુ, મહેશ્વર, બલદેવ, હનુમંત, વિનાયક. ભવાની, ભદ્રકાલી, અંબિકા વિગેરે દેવે જેમને લોકમાં જુદા જુદા આશયથી પૂજવામાં આવે છે, તે સર્વ દેવેને તેમના ગુણે તથા શકિતઓથી લેકને થયેલા લાભ તથા તેમના તરફથી થયેલા ઉપકારે તે સાંભળીને પૂજવા જોઈએ. પણ કેઈ એકજ દેવનો આશ્રય કરી ન રહેવું જોઈએ. તેમજ જેમણે ઇન્દ્રિયને નિગ્રહ કરેલા હેય, તેમજ ક્રોધને જેમણે નિગ્રહ કરેલે હેય આ વચનથી ક્રોધ, ઉપરાંત માન, માયા. લેભ, રાગ, દ્વેષ, કામ, ઈર્ષ્યા પણ દૂર કરેલા હેય તેઓ નરકમાં પડવું વગેરે મટા સંકટને તરી જાય છે, અથવા ઉપર કહેલાં ગુવાળા તેઓ નરકમાં પડતા નથી. કારણકે. તેવા કર્મને નાશ દેવ દેવીની પૂજા ભકિતથી થાય છે. અને દુખે નાશ કરી શકાય તેવા કર્મને નાશ પણ દેવતાની પૂજા વડે કરોને સંસાર સમુદ્રને તરી જાય છે, એમ સર્વ દેવને નમસ્કાર કરનારા મેટા લાભને પામે છે. ૧૧૮
હવે શંકા થાય છે કે લૌકિક વ્યવહારમાં વર્તતા તે સર્વ દેવે મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરનારને અનુકૂલ આચ. ૨ણ વાળા થતા નથી તે સામાન્યપણે બધા દેવને નમસ્કાર કરવાપણું કેવી રીતે ઘટે છે તેનું સમાધાન કરે છે –
For Private And Personal Use Only