________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
ઉદય માટે સારી સગવડ આપનારા, વાત્સલ્ય ધરનારા પુરૂષ તે પૂજ્ય પિતા સમાન જાણવા. કલાચાર્ય એટલે લિપિ શિખવનાર, તેમજ બીજા ઉદ્યોગ હુન્નર બતાવનાર, ગણિત શિખવનાર, અંગ કસરત શિખવનાર, કાવ્ય મહેલીકાદિ, શુંથન, પાચન, વણવાની વિગેરે સર્વ કલા શિખવનાર પુરૂષ તે કલાચાર્ય કહેવાય. તેમની તથા તેઓની જ્ઞાતિની સેવા ભક્તિ કરવી. તેમજ વૃદ્ધ જનો કે જે ઉંમરથી સાઠ વર્ષ લગભગના હિય તે વયેવૃદ્ધ કહેવાય. શ્રુત એટલે આગમને સારે અભ્યાસ કરેલ હોય, ન્યાય, તત્વજ્ઞાન, અધ્યાત્મ જ્ઞાનને સ્થિરતા પૂર્વકને અનુભવ હોય, તે જ્ઞાન વૃદ્ધ કહેવાય છે. વીશ વર્ષ પવિત્ર ચારિત્ર પાલનારા ચારિત્ર વૃદ્ધ કહેવાય છે. તે સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, ગણ, પંન્યાસ, પ્રવર્તક વિગેરે જાણવા. ધર્મમાં એટલે મેક્ષ માર્ગમાં ગમન કરવા માટે ઉપયોગી ક્ષમા, આર્જવ, માર્દવ, મુક્તતા, અપરિગ્રહ, તપ, સંયમ યુદ્ધતા, બ્રહ્મચર્ય, અકિંચન્ય વિગેરે સાધુ તથા શ્રાવક ધર્મને ઉપદેશ આપનારા તે ધર્મોપદેષ્ટા વિગેરે પૂજ્ય ગુરૂ વર્ગ જેઓ આદર, બહુમાન, ગરવ કરવા યોગ્ય છે, તે સર્વ પૂની સેવા ભક્તિ બહુમાન કરવું એ પૂજ્ય સંતને ઉપદેશ છે. ૧૧૦
पूजनं चास्य विज्ञेयं, त्रिसंध्यं नमन क्रिया । तस्यानवसरे ऽप्युच्चै-चेतस्यारोपितस्य तु ॥१११॥
અર્થ –તે સર્વ પૂન્યનું પૂજન એટલે ત્રણ કાલ નમસ્કાર કરવા, તેટલું જ નહિ પણ તેઓની પાસે જવાને
For Private And Personal Use Only