________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
વિવેચન – પુરૂષ એટલે આત્મા અને પ્રકૃતિ-કર્મદલ તે બંનેને સંગ જે અનાદિ કાલીન છે, તેથી બંને જોડે ભિન્ન ભિન્ન સ્વભાવવાળા છે, એક ચતન્ય સ્વભાવ છે, અને બીજું પ્રકૃતિરૂપ કર્મલ જડ સ્વભાવવત છે. તેને જે અનાદિ કાલીન સગ કે જે આત્માની તેવા પ્રકારની યેગ્યતાના કારણથી રહેલો છે, તેને યોગે અનેક પુદગલ પરાવર્ત થાય છે, એમ જે શ્રી કપિલ દેવના સાંખ્ય મતમાં જણાવેલ છે અને જેનુ પૂર્વે વિવેચન કરી ગયા છીએ તે પ્રકૃતિથી થયેલું છે. તે તેઓના મત પ્રમાણે જ્યાં સુધી પ્રકૃતિ પિતાના અધિકારથી નિવૃત્ત થતી નથી, ત્યાં લગી સંસારમાં આવતું એટલે બ્રમણ રહે છે, એમ કહેવું છે તે યથાર્થ ઘટે છે. તે પ્રકૃતિની આત્માથી વ્યાવૃત્તિ થવામાં આવરણ વિનાની પુરૂષની શુદ્ધ બુદ્ધિની શક્તિ તે તેવા પ્રકારના કાલને પામીને કર્મદલની પરિપાક અવસ્થાને કારણે છે, તે વિના અધ્યાત્મને સંભવ થતું નથી. એમ મહાબુદ્ધિવંત યોગો જણાવે છે. ૧૦૫
હવે બીજી વાત એ પણ સમજવા જેવી છે – अत्राप्येतद्विचित्रायाः, प्रकृतेयुज्यते परम् । इत्थमावर्तभेदेन, यदि सम्यनिरूप्यते ॥१०६।।
અર્થ - આ વિષયમાં યથાર્થ વિચાર કરી લેતાં વિચિત્ર રવભાવને ધરનારી એવી પ્રકૃતિથી આમ થવાનું બધું સંભવે છે, એટલે આવર્તની ભિન્નતા દરેકમાં જુદી. જુદી અનુભવાય છે તે સર્વ સંભવે છે. ૧૦૬
For Private And Personal Use Only