________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૯
દેવ, મનુષ્ય, તિર્યંચ ભવની પરંપરા કરનારા ભવાભિનંદી જ છે તેમ હું (શ્રી હરિભદ્રસૂરિ) માનું છું. એમ સમજવું. ૯૭
પરંતુ હવે જે ઈષ્ટ વેગ છે તેની પ્રાપ્તિ માટે આગળ અધિકાર કહેતાં જણાવે છે –
अपुनबंधकादीनां, भवाब्धौ चलितात्मनाम् । नासौ तथाविधा युक्ता, वक्ष्यामो युक्तिमत्र तु ॥९८॥
અર્થ:--સંસારમાં રખડતા અપુનબંધક આત્માઓ જે છે તેઓને તે સંસારના ભેગ રૂપ ફલની ઈષ્ટતા નથી હતી. તે વાતનું વિવેચન આગળ યુક્તિ પૂર્વક કહેવાની પ્રવૃત્તિ કરાય છે. ૯૮
વિવેચન --જે આત્માઓ યથાપ્રવૃત્તિ કરણ કરીને અપૂર્વ કરણ વડે કઠણ મોહની ગાંઠને ભેદીને અંતરકરણ કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ રૂપ અનંતાનુબંધી ચેકડીને તથા સમ્યગૂ મોહનીય, મિશ્ર મેહનીય, મિથ્યાત્વ મેહનીય એમ સાત પ્રકૃતિને ઉપશમાવે તે ઉપશમભાવનું સમ્મફત્વ પામે છે. એ સાતેને ક્ષય કરે તે સાયિક સમ્યકત્વ પામે છે. અને કાંઈક ક્ષય કરે અને કાંઈક ઉપશમ કરે તે ક્ષપશમ સમ્યકત્વને પામે છે. તેવા આત્માઓમાં કેઈક જવ ઉપશમ ભાવનું સમ્યક્ત્વ ઘડી અનુભવોને પાછે તે સમ્યક્ત્વને વમી નાંખીને સંસારરૂપ ભવ સમુદ્રમાં ગમન કરનારે થાય છે. આવા પ્રકારે ચલચિત્તવાળા આત્મા–ઉત્તમ પરિણામને છોડીને સંસારવાસનામાં પાછા ફરેલા ચલચિત્ત આત્માઓને પૂર્વ સેવા
For Private And Personal Use Only