________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
રહેલાઓને પણ હોય છે. તેથી અન્ય મતવાલાઓ જ તેમને આસન્ન એટલે નજીક આવેલા જીવે છે તેમ માને છે. તે પણ તે પૂર્વ સેવાદિક હોવા છતા ભવાભિનંદિત ભાવથી રહેલું જ છે.
વિવેચન –તે કારણ હોવાથી યુગનું સ્વરૂપ જણાવ વામાં છેલ્લા પુલ પરાવર્તનમાં અધ્યાત્મ આદિ યુગના ભાવે પ્રાપ્ત થાય છે એટલે ચારિત્ર જ્ઞાન દર્શન વિગેરે એગ તત્ત્વની પ્રાપ્તિ થાય છે, એમ ગ તત્વની વિચારણામાં પૂજ્ય આપ્ત પુરૂએ જણાવ્યું છે. યોગાદિ રૂપ યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા, સમાધિ વિગેરે પૂર્વ સેવા છે તે યુગના અંગરૂપ છે. તેમજ એવું કપિલ સાંખ્ય વિગેરે મહર્ષિએ પણ જણાવે છે. પરંતુ એની પૂર્વ સેવા રૂપ પ્રવૃત્તિ ભવાભિનંદી એટલે સંસારના ભેગમાં આનંદ માનવા રૂપ ભવાભિવંગ ભાવ પૂર્વક સંસારના ભેગ રૂપ રાજ્યઋદ્ધિ, સતા, દેવદ્ધિ વિગેરે ભેગ ફલની ઈચ્છાથી તપ, જપ, પ્રાણાયામાદિ કરતા હોવાથી, છેલ્લા પુલ પરાવર્તનમાં આવેલા છે તેમ મહર્ષિ કપિલ દેવ પતંજલિ વિગેરે માને છે. પરંતુ આપણુ પૂજ્ય આપ્ત ગુરૂવરે માનતા નથી. કપિલ પતંજલિ વિગેરે મહર્ષિએ તેવા જીને ભવ પરંપરાને નાશ કરીને મેક્ષની નજદીક આવેલા માને છે. પણ સર્વજ્ઞ શાસનમાં જ્યાં સંસારના ભેગ ફલની વાંછા રાખવામાં આવતી હોય તેવા તપ, જપ સ્વાધ્યાય, પ્રાણાયામ વિગેરે અચરમાવર્ત એટલે છેલ્લે નહિ એવા અન્ય અનેક પુદગલ પરાવર્તનમાં રહેલા નવા નવા
For Private And Personal Use Only