________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૫
છતે, ગુરૂના ઉપદેશથી દેવ ગુરૂ ધર્મ ઉપર શ્રદ્ધાયુક્ત ભક્તિ કરતા, દેશથી શ્રાવકના બાર પ્રત પાળતા વા સવથી પાંચ મહાવ્રત પાળતા, આઠ પ્રવચનને આદરતા, દશ ક્ષમાદિક ધર્મનું સેવન કરતા, છેલ્લા પુદ્ગલ પરાવર્તનમાં રહેલા વા અર્ધ પુદ્દગલ પરાવર્ત સંસાર બાકી રહ્યો હોય તેજ આત્માને અધ્યાત્મ ભાવ રૂપ ઉપશમ ભાવે કે ક્ષયે પશમ ભાવે સમ્યગ દર્શનની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ જેમને ત્યાંજ સંભવ છે. તેથી અન્ય અવસ્થાવાળા એટલે એક કરતાં વધારે પુદ્ગલ પરાવર્તામાં રહેલા જીવાત્માને ચેગને જરા પણ સંભવ નથી. ૯૪
તથા પ્રકારે જ્યારે વેગને સંભવ નથી તો પછી એમની પ્રાપ્તિ કોને કેવા પ્રકારે થાય છે? તે જણાવે છે –
तृणादीनां च भावानां, योग्यानामपि नो यथा । तदा घृतादिभावः स्यात् , तद्वद्योगोऽपि नान्यदा ॥१५॥
અર્થ:–તૃણદિ પદાર્થોમાં ઘી બનવાની કે ચોગ્યતા વર્તે છે, તે પણ તે તૃણ અવસ્થામાં જ્યાં સુધી હોય ત્યાં લગી ઘીના ભાવને પામતા નથી, તેવી રીતે જીવાત્મા ભવ્ય હોય પણ તેવા પ્રકારની એગ્ય સામગ્રીને સંબંધ ન થાય
ત્યાં લગી તેને અધ્યાત્મ ભાવ પ્રાપ્ત થતું નથી. ૯૫ ' વિવેચન –-તૃણ, પત્ર, પુષ્પ અને ફળ આદિ ગાય, ભેંસ, બકરી વિગેરે પશુઓને ખાવા યેગ્ય આહાર છે, તેમાં જો કે ઘી, દૂધ, દહિં થવાની યોગ્યતા છે. તેપણું તૃદિક અવસ્થામાં જયાં લગી હોય ત્યાં લગી દૂધ, દહિં, ઘી સ્વરૂપે
For Private And Personal Use Only