________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૭
રાખીને સૂર્યની આતાપના કરે છે. શિયાળામાં નદી દ્રહ વિશેરેની મધ્યમાં રહીને શીતલતા સહન કરે છે. કેને માન્ય વેશ કરે છે, ઉપવાસ કરે છે, દિવસે ભેજન નહિ કરતાં રાત્રીએ ભજન કરે છે, અન્નાહારને ત્યાગ કરી કંદમૂળ ફળ ફૂલ છાલ પાંદડાંનું ભક્ષણ કરે છે. તેમજ મહામુનિઓની પાસે રહીને માસક્ષપણ, દયા દાન કરે છે, ધ્યાનના દેખાવ પણ કરે છે, ઉપરાંત સારી-શિષ્ટ જન ચગ્ય ક્રિયા કરે છે, છતાં પણ કપૂજાના મલીન અધ્યવસાય માત્ર મનમાં હોય, સુદેવ ગુરૂ ધર્મ ઉપર સત્ય શ્રદ્ધા ન હોય તેવા આત્માઓની બાહ્ય માત્ર ભાવ રહિત સલ્કિયાને પણ ચગશાસ્ત્રના જાણકાર, રોગના વ્યાખ્યાનકાર, સત્ય લેગ માર્ગના ઉપદેશ કરનારા પૂજ્ય આચાર્યવએ લોકપંક્તિ એટલે લકરંજન માટે કરાતી ક્રિયા જણાવી છે. તેવી કિયા ભવ એટલે સંસારમાં આનંદ સમજનારા જે ભવાભિનંદી જીવે છે તેને હોય છે, તેથી જ તેઓની તે ક્રિયાનું ફળ સંસારમાં દીર્ઘ કાળ સુધી જન્મ મરણ કરાવે છે. ૮૮
આવી લેકપંક્તિવાળી ક્રિયા અનેક દોષમય છે તે જણાવે છે –
भवाभिनन्दिनो लोक-पंक्त्या धर्मक्रियामपि । महतो हीनदृष्टयोच्चै-दुरन्तां तद्विदो विदुः ॥८९॥
અર્થ –ભવાભિનંદી જી ધર્મ ક્રિયા પણ લેકરંજન કરવા માટે કરે છે, તેથી મહાન એવા ધર્મને હીન દષ્ટિથી માનતા હોવાથી અત્યંત દુઃખ રૂપ ફળદાયી પાપમય તે ક્રિયા છે. એમ યેગશાસ્ત્રના વિશારદે કહે છે. ૮૯ ૧૨
For Private And Personal Use Only