________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪ કિયા કરે છે, તે પણ ઇન્દ્રિય સુખની ઇચ્છાથી આ બધું થતું હોવાથી ગાઢ મિથ્યાત્વ-અજ્ઞાનથી અંધ હોવાથી મનુષ્ય તથા રાજા ધનાઢય થાય પણ પરમાર્થરૂપ ધર્મ છે એમ સમજી શકતા નથી. તેવા જીવને જૈન શાસ્ત્રોમાં ભવાભિનંદી કહેલા છે, તે લેકની પંક્તિમાં રહેલા હોવાથી, અજ્ઞાની છ ખુશ થાય તેવું જ બાહ્ય આચરણ હોય છે. સામાન્ય લોકના જેવું જ આચરણ અને ભાવના પ્રાય: હોય છે, તેથી તે લૌકિક ક્રિયામાં આદર પૂર્વક પ્રયત્ન કરનારા થાય છે, અને છેલ્લા વિનાના પુદ્ગલ પરાવર્તમાં રહેલા છે તેવાને ભવાભિનંદી એટલે ભવ રૂપ સંસારમાં આનંદ માનનારા, ધર્મના ફલથી સ્વર્ગ, રાજઋદ્ધિ, સત્તા રૂપ આનંદ ભેગની પ્રાપ્તિ થાય છે તેમ માનનારા તે હોય છે. ૮૬
હવે ભવાભિનંદીનું સ્વરૂપ (લક્ષણો જણાવે છે – હુકો (એ)મતિર્લીનો, મરી મયવાર શરદી अज्ञो भवाभिनन्दी स्या-निष्फलारम्भसंगतः ॥८७॥
અર્થ –શુદ્ર લેભ-લાભમાં પ્રેમ ધરનારે, દીન, મત્સરી, ભયથી વ્યાકુલ, શઠ અને અજ્ઞાની જે હોય તે પ્રાય: ભવામિનન્દી હોય છે. અને તેમની જે જે ક્રિયા થાય તે સાચા ફલને આપનારી નથી હોતી. ૮૭
વિવેચન – ભવાભિનંદી જીવેને એવા પ્રકારને સવભાવ હોય છે કે તેઓ શુદ્ર એટલે હલકી પ્રકૃતિના અથવા બીજાને રીબાતા જોતાં દયા વિનાના હોય છે, તેમ દાનાદિકમાં પણ એટલે કંજુસ હોય છે, તેમજ લેભથી અનેક જીના
For Private And Personal Use Only