________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૩ રહેવાથી પ્રાયઃ દુઃખને જ પ્રાપ્ત કરે છે તેવા જીવોને ભવાભિનંદી જાણવા. ૮૬
વિવેચન – ભવાભિનંદી છે પ્રાય: જન્મમરણ રોગ શોકથી પીડા પામતા એટલે આધિ વ્યાધિ ને ઉપાધિના ઉપદ્રવથી અત્યંત દુ:ખને ભેગવતા પ્રાય: આહાર, ભય, મિથુન એ ત્રણ સંજ્ઞાથી યુક્ત હોય છે. તેમજ પરિગ્રહ સંજ્ઞાથી પણ યુક્ત હેવાના કારણથી અત્યંત અવ્યક્ત દુઃખને ભગવે છે. તેમાં કેટલાકને મિથુન સંજ્ઞા અવ્યક્ત હોય છે, પણ આહાર, ભય અને પરિગ્રહ સંજ્ઞા પ્રાય: વ્યક્ત દેખાય છે, તેથી ત્રણ સંજ્ઞા અહિં જણાવી છે. તે પણ તેની અનુકુલ સામગ્રી જીવને પુન્ય વિના પ્રાપ્ત થતી નથી. તેથી ઈષ્ટ ભેગ ન મલવાથી જીવે દુઃખને પામે છે, તેવા દુઃખને દૂર કરનાર સત્ય વિવેક રૂપ જ્ઞાનને અપુન્યવંત જીવને પ્રાય: અભાવજ હોય છે. તેઓ સ્વપ્નામાં પણ દુઃખને દૂર કરવા શક્તિમાન થઈ શકતા નથી, તેથી નિરંતર દખનોજ ભેગ કરનારા હોય છે, તેમાં પણ બધા ભવાભિનંદી તે નહિ, પણ કઈક આત્મા લોક વ્યવહાર પ્રમાણે કે કઈક જિન પ્રણીત માર્ગ પ્રમાણે ધર્મક્રિયા સમજ્યા વિના બાહ્યાચારથી કરે છે, તેમાં લૌકિક વ્યવહારથી મહાદેવ, બ્રહ્મા, વિષ્ણુ, ચંડી, મહાકાલી વિગેરે દેવ દેવીની સેવા કરે, યજ્ઞ કરે, તેમાં જીવોની હિંસા પણ ધર્મબુદ્ધિથી કરે છે, પરમાત્માને પ્રસન્ન કરવા જપ તપ કરે, ઉપવાસ કરે, વીતરાગ દેવની પૂજા પણ કરે, જેન સાધુને દાન દે, બ્રાહ્મણને જમાડે, ગાયની પૂજા કરે, વડ પીપળે પૂજે, પીપળે પાણી રેડે વિગેરે ધર્મ સમજીને અજ્ઞાન ભાવે ધર્મ
For Private And Personal Use Only