________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
ઉપદેશથી જાણવા જે જે કાર્યો થાય છે તે કાલાદિ સામગ્રીના સહકારથી થાય છે, તે જ પ્રમાણે જીવાત્માનું મુક્ત થવા રૂપ કાર્ય પણ સ્વભાવ, કાલ, નિયતિ, કર્મ અને પુરૂષાર્થના સહયોગથી જ થાય છે પણ એકલા સ્વભાવથી કાર્ય નથી બનતું. જીવની સાથે સ્વભાવ નિત્ય રહેલું છે, તે પણ સર્વ સામગ્રી જ્યાં લગી નથી મળતી ત્યાં લગી તે કાર્ય સાધવામાં સમર્થ નથી બનતે. ૮૨
આ વાતને સ્પષ્ટ કરતાં જણાવે છે – एतच्चान्यत्र महता, प्रपञ्चेन निरूपितम् । नेह प्रवन्यतेऽत्यन्तं, लेशतस्तूक्तमेव हि ॥ ८३ ॥
અર્થ:–આ વિચાર અન્યત્ર વિસ્તારથી વિવેચન પૂર્વક કહે છે, તેથી અહિં તેનું વિશેષ વર્ણન નથી કરાયું. તે પણ જે કાંઈ જાણવા ગ્ય હતું તે ટુંકાણથી જણાવ્યું છે. ૮૩
વિવેચનઃ–કાર્યોની સિદ્ધિમાં કાલ, નિયતિ, પુરૂષ પ્રયત્ન તથા કર્મ વિગેરે સામગ્રીની જરૂર રહે છે. આ વાતને વિચાર અન્યત્ર એટલે શાસ્ત્ર વાર્તા સમુચ્ચય, ધર્મ સંગ્રહણી વિગેરે ગ્રંશેમાં ઘણા વિવેચનથી વિસ્તાર પૂર્વક જણાવેલ છે. ત્યાં દ્રવ્યથી બનતા પર્યાર્યોમાં સ્વભાવ, કાલ, નિયતિ, કર્મ અને પુરૂષાર્થથી ઈષ્ટ પરિણામ એટલે કાર્ય થાય છે, તે સારી રીતે યુક્તિઓથી સિદ્ધ કરેલું છે, તેથી આ શાસ્ત્રમાં વિસ્તાર નથી કર્યો. તે પણ આત્માઓને સવિવેક આવે તે વાત ધ્યાનમાં રાખીને બહુ સંક્ષેપથી જે કહેવા યોગ્ય હતું તે બતાવેલું છે. ૮૩
For Private And Personal Use Only