________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
ન કરવી કે યુક્તિથી અસિદ્ધ છે, પણ એમજ સ્વીકારવું કે યુક્તિથી એટલે દલીલ પૂર્વક વાદ કરતાં પાંચ કારણેને સમવાય કાર્યસાધક થાય છે, તે વાદ યથાર્થ ઘટે છે, એમ નિ:સંશય માનવું. ૭૯
કેવી રીતે કારણે ઘટે છે તે જણાવે છે – तथात्मपरिणामातु, कर्मबन्धस्ततोऽपि च । तथा दुःखादिकालेन, तत् स्वभावादृते कथम् ॥८॥
અર્થ:–તેવા પ્રકારના આત્માના પરિણામથી એટલે ભાવનાથી, તેવા પ્રકારના કર્મોના દુ:ખ સુખ ભોગવવા ગ્ય બંધ પડે છે. તે કર્મબંધના વિપાકના ઉદય કાલમાં તેવા તેવા સુખ વા દુઃખ વિગેરે ભેગવાય છે તે સ્વભાવ વિના કેવી રીતે ઘટે? ૮૦
વિવેચન –એકલા કાલને પણ સંસારનું મુખ્ય કારણ નથી મનાતું, કારણ કે જીવાત્માએ પિતાના રાગદ્વેષમય શુભાશુભ પરિણામ એટલે ભાવનાના વેગે તેવા તેવા શુભ વા અશુભ કર્મોના બંધ ઉપજાવે છે, એટલે તે કર્મબંધ થવામાં આભમાં રહેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અશુભ મન, વચન-કાયાના વ્યાપાર ઉપાદાન ભાવે કારણ બને છે. તેજ સંસારની પ્રવૃત્તિના કારણે છે એમ જાણવું, એટલે એ કર્મબંધનું કારણ સંસારની પરંપરાભવ પરંપરાને વધવાનું ઉપાદાન કારણ મેહ રૂ૫ રાગદ્વેષજ છે, તેથી બંધાયેલા કર્મ, તેના વિપાક-હૃદયકાલે જીવ સુખ, દુ:ખ, જીવન, મરણ, ઉંચ કુલ, નીચ કુલ, ઉત્તમ જાતિ, નીચ જાતિ, ગુલામી કે શેઠાઈ, રાજ્યપતિત્વ, પૂજ્યત્વ વિગેરે શુભાશુભ લાભાલાભને
For Private And Personal Use Only