________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ વસ્તુની સિદ્ધિ કરતાં જણાવે છે – कालादि सचिवश्वाय-मिष्ट एव महात्मभिः । सर्वत्र व्यापकत्वेन, न च युक्त्या न युज्यते ॥७९॥
અર્થ –કાલાદિકની સહાયતાથ કાર્યની સિદ્ધિ થાય છે, એમ સર્વ યેગી મહાત્માઓ સ્વીકારે છે. કારણકે કાલ હવભાવ, નિયતિ, પુરૂષાર્થ ને કર્મ સ્વભાવ એ પાંચે નિમિત્ત કારણે ઉપાદાન કારણ તથા ઉપાદેય કાર્યોમાં સર્વથા વ્યાપકજ છે, એમ યુક્તિથી સિદ્ધ થતું નથી, એમ નથી, પણ સિદ્ધ થાય છે. ૭૯
વિવેચન-કાલ દરેક, દ્રવ્યમાં નવા નવા પર્યાય (પરિણતિ) નું કારણ થાય છે, (૨) સ્વભાવ એટલે દરેક વ્યમાં તેના ચગ્ય પરિણામ (પર્યાય)ને ઉત્પન્ન કરવાની સ્વશક્તિ રૂપ સત્તા. (૩) નિયતિ એટલે ઉપાદાનથી જે ઉપય થવા યોગ્ય હોય તેના પરિણામને કમ (૪) પુરૂષાર્થ તે કાર્યને સિદ્ધ કરવા આત્માને પ્રયત્ન. (૫) કર્મ તે જીવે પૂર્વ કાલમાં બાંધેલા કર્મની પરિપાક અવસ્થા, એ પાંચની સહાયતાથી કાર્ય થાય છે. આ ન્યાય સર્વ મહાત્માઓ એટલે આસ્તે શ્રી સિદ્ધસેન દિવાકર, શ્રીમદ્ભવાદી, શ્રી જીનભદ્રગણિ ક્ષમાશ્રમણ, દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણ વિગેરે જેનદર્શનના મહાપુરૂષને માન્ય છે. કારણકે એ પાંચે કારણેને સમવાય સર્વ ઉપાદાન કારણથી થનારા કાર્યોમાં વ્યાપક ભાવે રહ્યા છે. તે જ પ્રમાણે સમ્મત્તિ તર્ક વિગેરે મહાશાસ્ત્રોમાં વિસ્તારથી કહેલું છે, એટલે ઈષ્ટ છે એમ નહિ પણ તર્ક, હતુ, ન્યાયની યુક્તિઓથી સિદ્ધ થયેલ છે. તેથી એવી શંકા
For Private And Personal Use Only