________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫ પુગલ પરાવર્ત એ સંસાર બાકી રહ્યો છે, તેનાથી વધારે સ્થિતિવાળા અન્ય જીવેને સંસારમાં વધારે રખડવાનું છે. કારણકે તેવા આત્માઓએ મેક્ષમાર્ગમાં ગમન થાય તેવી સંસારની પરિપાક અવસ્થા પ્રાપ્ત કરી નથી, અને આઠ કર્મદલને બંધાવનારા જે રાગદ્વેષ, મિથ્યાત્વ, અજ્ઞાન વિષયાસકિત વિગેરેથી મલીન અધ્યવસાયે રૂપ કારણે પણ અનાદિ કાલીન પરંપરાગત છે. તેવા અધ્યવસાવાળે આત્મા અનંતકાલ સુધી સંસારમાં રહેવાવાલે હેવાથી સુદેવ, સુગુરૂ, સુધર્મના તાવિક ભાવેને સમજી શકતા નથી, તેમજ અતત્વમાં આંધળો વિશ્વાસ કરી તેમાં આગ્રહી હોવાથી એગ્ય વિવેક રહીત હેવાથી એગ્ય વિચાર કરી શકતું નથી, અને વિપરીત તો આત્માને કાંઈ પણ સારે લાભ પ્રાપ્ત કરાવી શકતા નથી, કારણકે મેહનીય કર્મનું અત્યંત જેર હોવાના કારણે અભિનિષ્ટ (મારૂં માનેલું જ સાચું છે) તેવા બેટા આગ્રહને કારણે સત્ય તત્વને સમજી શકતો નથી. જ્યાં સુધી છેલ્લા પુદ્દગલ પરાવર્ત જેટલે સંસાર બાકી ન હોય ત્યાં લગી તીર્થકર, ગણધર, યુગપ્રધાન, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વિગેરે આપ્ત પુરૂષને સંગ પ્રાપ્ત થાય તો પણ સત્યતત્વને પ્રકાશ તેમને કદાપિ નથી જ થતે જેમ સર્વ વસ્તુને પ્રકાશક સૂર્ય હોવા છતાં પણ ઘુવડને તેના કિરણો પ્રકાશ નથી આપી શકતા, તેમ તે મહાપુરૂષોને ઉપદેશ પણ દીર્ધસંસારી કૃષ્ણ પાક્ષિક જીવાત્માને નથી લાગતું. માટે દીર્ઘ ભવ અવસ્થાને પરિપાક થયે છતે એટલે એક વા અર્ધ પગલા પરાવત સંસાર બાકી હોય ત્યારે વૈરાગ્યાદિથી યથાપ્રવૃત્તિ
For Private And Personal Use Only