________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
સાધુએ પાપમય સર્વ સાવદ્ય આચારને સર્વથા ત્યાગ કરનારા જાણવા. શ્રાવકો અને સાધુઓ ગ્રંથી ભેદ કરીને આગળ વધેલા હોવાથી શુકલ પક્ષને પામેલા જાણવા. તેઓ કદાચ, પરિણામની મલીનતા થવાથી સમ્યકત્વને ત્યાગ કરે તે પણ અર્ધા પુગલ પરાવર્તથી વધારે સમય સંસારમાં ભમતા નથી. આવા આત્માઓને અધ્યાત્મ ભાવવાલા જાણવા, એટલે ગ્રંથી ભેદ કરી સમ્યકત્વને પામેલ હેય, શ્રાવકના બાર વ્રતને ધારણ કરતા હોય, અને સર્વ પાપમય જે સાવધ વ્યાપારને સર્વ પ્રકારથી ત્યાગ કરીને પાંચ મહાવ્રત ધરતા હોય તે સાધુએ શુકલપક્ષિયા જાણવા. એ ભાવ વિનાના જે હોય, તે સર્વ જી કૃષ્ણપાક્ષિકે જાણવા. આવા પ્રકારનું જે અનુભવ જ્ઞાન તેજ અધ્યાત્મદર્શન અને જ્ઞાન જાણવું. ૭૨
હવે એવી શંકા કરાય છે કે ઉપર જણાવેલા શુકલપાક્ષિકેનેજ અધ્યાત્મ ભાવ હેય અને અન્યને નજ હોય, તેમ કેમ બને? તેને ઉત્તર આપતાં જણાવે છે –
प्रदीर्घभवसद्भावा-न्मालिन्यातिशयात्तथा । अतत्त्वाभिनिवेशाच्च, नान्येष्वन्यस्य जातुचित् ।।७३॥
અર્થ –જે શુકલ પક્ષિયા નથી તેવા આત્માઓને તે ઘણા લાંબા કાળ સુધી સંસારમાં રહેવાનું હોવાથી, તથા આત્માને કર્મમલથી અત્યંત મેલાપણું હેવાથી, અતત્વમાં તત્વ બુદ્ધિવાળું–આગ્રહ ભરેલું માનસ હોવાથી, કદાપિ પણ બીજા સંત પુરૂષને સત્ય ઉપદેશતેના મનમાં ઉતરત નથી. ૭૩
વિવેચન –જે આત્માને અપૂર્વકરણ કરી અર્ધા
For Private And Personal Use Only