________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩ પ્રમાણ કરે, ત્યારે સંસારના આધિ વ્યાધિ ઉપર કંટાળો આવવાથી, પુન્યવંત આત્માઓના સુખ વૈભવને દેખી કુટુંબના કે બીજા સંબંધીઓના મરણ, તથા તેવા પ્રકારના દુઃખને જોઈને સંસાર ઉપર ઉદાસીનતા (વૈરાગ્યભાવ) આવે છે. જીવની આ દશાને યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. આ યથાપ્રવૃત્તિકરણ કર્યા પછી વિશુદ્ધિમાં ચઢતા પરિણામવંત જીવ પત્યેઅમને અસંખ્યાતમે ભાગે હીન એક કડાકોડી સાગરોપમની જે સ્થિતિ છે, તેમાંથી પણ સ્થિતિઘાતાદિક વડે હીન સ્થિતિ કરતા વાના કુહાડા સમાન બીજા અપૂર્વકરણ રૂપ અપૂર્વ વિર્ય વડે મેહનીય કર્મના બીજ રૂ૫ રાગદ્વેષ મય મહાગ્રંથિને ભેદે છે. આ અપૂર્વ કરણને બે ઘડીને કાલ છે. ત્યાર પછી ત્રીજા અનિવૃત્તિ કરણ વડે મિથ્યાત્વની સ્થિતિના અંતકરણ કરીને બે વિભાગ કરે છે. પ્રથમ વિભાગમાં મિથ્યાત્વી હોય છે. પ્રથમ વિભાગ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણવે. તે પ્રથમ સ્થિતિ જોગવાઈ જાય ત્યારે અંત:કરણમાં પેઠે જીવ ઉપશમ સમ્યકત્વ પામે છે, અને તે વિશુદ્ધિ વડે મિથ્યાત્વની બીજી અંત:કરણથી ઉપરની સ્થિતિમાં રહેલા દલિકના ત્રણ પંજ કરે છે. શુદ્ધ પુંજ તે સમકિતનેહનીય, મિશ્ર પંજ તે મિત્ર મેહનીય અને અશુદ્ધ જ તે મિથ્યાત્વ મેહનીય. ઉપશમ સમકિતને કાલ અંતર્મુહૂર્ત પ્રમાણ છે, ત્યાર પછી વિશુદ્ધિમાં વર્તતા તે જીવને સમક્તિ મેહનીયના પુંજને ઉદય થાય તેથી સોપશમ સમક્તિ પામે છે, તે સમકિત સાથે દેશથી ચારિત્ર એટલે ગૃહસ્થ ધર્મને ચેશ્ય શ્રાવકના બાર વતને ધારણ કરનારો દેશવિરતિ ચારિત્ર પામે છે અને સમક્તિ સાથે પાંચ મહાવ્રતને ધારણ કરનારા સર્વવિરતિ
For Private And Personal Use Only