________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭ શાંતિ થાય છે. તેથી દેવ ગુરૂ ધર્મ, જીવાજીવ વગેરે તત્વની યથાર્થ પ્રતીતિ એટલે શ્રદ્ધા થાય છે. જેમ સૂર્ય કે ચન્દ્રને પ્રકાશ પ્રગટ થયે છતે અંધકારને અવકાશ રહેતું નથી, તેમ અધ્યાત્મ ભાવનું ચિન્તવન કરતાં યુદ્ધ સમ્યક્ત્વ પામે છતે મિથ્યાત્વ રૂપ અભિનિવેશમય અજ્ઞાન રૂ૫ અંધકાર કયાંથી રહે? જરા પણ રહેવા ન પામે. કારણ કે દીપક સમાન અધ્યાત્મ રૂપ તત્વને વિચાર કરતા, ઉત્તમ કટિની ભાવના ભાવતા જીવને 3ય રૂ૫ આત્મા અને તેના સમ્યગ્ર દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ ગુણે, તેમજ અન્ય ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ તેમજ પુદગલાસ્તિકાય અને તેમના ગુણ સ્વભાવ પર્યાય કે જે 3ય રૂપે છે, તેનું આત્મામાં સામાન્ય ભાવે દર્શન, વિશેષ ભાવે જ્ઞાન, અને તેવા તતવને ઉપદેશ આપનારા તીર્થકર, ગણધર, આચાર્ય, યુગપ્રધાન, ઉપાધ્યાય, પંડિત, સાધુ સાધ્વી વિગેરેની ઉપર પ્રતીતિ રૂપ શ્રદ્ધામય જ્ઞાન થાય છે. ૬૯
એ વસ્તુને વિચાર સમાપ્ત કરતાં જે કહેવાનું છે તે જણાવે છે –
सदुपायाद्यथैवाप्ति-रुपे यस्य तथैव हि। नेतरस्मादिति प्राज्ञः, सदुपायपरो भवेत् ॥७०॥
અર્થ–જે કારણે સાચા પ્રયત્ન એટલે ઉપાયથી ઈષ્ટ જે ઉપેય (ગા) ની પ્રાપ્તિ થાય છે. તેથી સમજુ માણસોએ
For Private And Personal Use Only