________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮ કેમાં કહેલી છે. એમ પણ સાંભળ્યું છે કે ભૂગુકચ્છ (ભરૂચ) નગરમાં જે સમલિકા વિહાર બંધાયે છે, તે પૂર્વ ભવના જાતિ સ્મરણ જ્ઞાન ઉપરથી બંધાયેલ છે. તેની હકીકત આ પ્રમાણે –
પૂર્વ ભવમાં એક શકુનિકા (સમળી) હતી, તેણે ગુરૂ મહારાજ પાસે ઉપદેશ સાંભળી, પૂર્વ ભવમાં બાંધેલા વેર ભાવને ત્યાગ કરવા પૂર્વક અણસણું કર્યું. ત્યાંથી મરણ પામીને બીજા ભવમાં તે જ સમળીને જીવ ભરૂચ નગરના મહારાજાની પુત્રી સુદર્શન થઈ. એક વખત ભરૂચની બહાર ઉપવનમાં આવતાં સમળી ભવમાં “જે વૃક્ષ ઉપર બેઠેલી હતી તેને તથા પૂજ્ય ગુરૂને જોતાં મેં આ વસ્તુઓ પૂર્વે જોઈ છે એવી વિચારણા કરતાં પૂર્વ ભવની યાદીરૂપ જાતિ
સ્મરણ જ્ઞાન થવાથી ગુરૂદેવના ઉપદેશની સ્મૃતિ પણ આવી. તે કારણુને યાદ કરીને તે સુદર્શનાએ સમલિકાવિહાર ભરૂચમાં બંધાવીને વીસમાં ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામિની પ્રતિમા કરાવી પ્રતિષ્ઠા કરી છે.
એવી જ રીતે ઘણું મહાત્માઓને જોતાં જાતિ સ્મરણ થાય છે, અને આત્માના પ્રશસ્ત ભાવ પ્રગટે છે. ઉત્તમ ચારિત્રના પરિણામે પણ થાય છે, તે સર્વ જાતિ સ્મરણથી થએલા આત્મિક મહાન લાભ કેટલાક મહાત્માઓને કદાચિત મલે છે, તેમ સાક્ષાત્ દેખાય છે. તેથી તેવા અનુભવેમાં સંવાદિવ (સત્યતા) અવશ્ય માનવી જોઈએ. આમ જાતિ
સ્મરણથી સત્ય અનુભવ પ્રાપ્ત થતું હોવાથી આત્મા, કર્મ, પુન્ય, પાપ, ધર્મ, અધમ વિગેરે અગેચર અતીન્દ્રિય
For Private And Personal Use Only