________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૫ જાતિ સ્મૃતિ થાય છે. તેમજ અભ્યાસના અતિશયપણાથી એટલે જે ઈષ્ટ વસ્તુનું વારંવાર સમરણ કરવાથી, તે વસ્તુને વારંવાર ભેગ, ઉપભેગ કરવાથી, તેવા પ્રકારના માનસિક સંસ્કાર જમવાથી આત્માને નિદ્રામાં એવા અભ્યાસવાલો સ્વપ્નાઓ આવે છે, એટલે દિવસે અનુભવેલા વન, ઉપવન, બાગ, બગીચા, દેવકુલ, વિહાર ભૂમિમાં વિચરતાં અનેક ઈષ્ટ મિત્ર બંધુઓની સાથે દિવ્ય આહાર ભેજન કર્યા હેય, ઉત્તમ ભોગે ભેગવ્યા હેય, વિગેરે જે અનુભવ કર્યા હેય તે સ્વપ્નાઓમાં અનુભવાય છે, તેથી જેમ સ્વપ્નામાં પૂર્વ કાલે દિવસાદિમાં અનુભવેલ વસ્તુનું મરણ થાય છે, તેમ પૂર્વભવમાં અનુભવેલા પ્રસંગેનું અત્યંત રાગના–નેહના ઉદયથી અથવા જ્ઞાનાવરણીય દર્શનાવરણીય કર્મના ક્ષપશમથી જીવને જાતિ સ્મૃતિજ્ઞાન થાય છે ૬૧
હવે કઈ વાદી અહિં શંકા કરે છે કે સ્વપ્નમાં અનુભવેલી વસ્તુ પછીના દિવસોમાં સંભાળતાં યાદ આવે છે, પણ તેવી રીતે બાલકે માતાના સ્તનથી જે દૂધનું પાન કરેલું હોય છે, તે પૂર્વ ભવના અનુભવનું ફળ છે તેમ નથી યાદ આવતું, તેથી સ્વપ્નાના દષ્ટાંતની સાથે સ્તનપાનની સામ્યતા કેવી રીતે બંધ બેસે તે જણાવશે એટલે સ્વપ્નના દૃષ્ટાંતની સાથે દાણાન્તિકને સમાન ભાવ કેવી રીતે થાય છે? તે જણાવવા કૃપા કરશે. તેના ઉત્તરમાં ગુરૂશ્રી જણાવે છે – स्वप्ने दृत्तिस्तथाभ्यासा-द्विशिष्टस्मृतिवर्जिता । जाग्रतोऽपि क्वचित्सिद्धा, सूक्ष्मबुद्धया निरूप्यताम् ॥६२॥
અર્થ:- સ્વપ્નમાં પણ વિશેષ પ્રકારના અભ્યાસ
For Private And Personal Use Only