________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪ અર્થ–સર્વ જીવાત્માઓને સામાન્ય રીતે જન્મ પામ્યા પછી માતાના સ્તનપાનથી જીવનવૃત્તિ પૂર્વભવના અભ્યાસના એધાણ (ચિન્હ) રૂપે છે. જેમ કે જે જે વસ્તુ એને અત્યંત પરિચય હેય, જે વિષે લાગણું હોય તે વસ્તુઓના સ્વપને વારંવાર આવે છે, એટલે સ્તનવૃત્તિમાં ને સ્વપ્નવૃત્તિમાં સમાનતા રહેલી છે. ૬૧
વિવેચન –સામાન્ય ભાવે જે વિચારીએ તે દરેક જીવને ગત જન્મના સંસ્કારરૂપ અવ્યક્ત સ્મૃતિ હોવાની. સિધ્ધિ તે જોવાયજ છે, તે આ પ્રમાણે –માતાની કુક્ષિથી જન્મ રૂપે બહાર આવતાં તે જીવ ભૂખની નિવૃત્તિ કરવા અર્થે માતાના સ્તનનું દૂધપાન કરવા સ્તનને મુખમાં લઈને ધાવવા લાગે છે. તે અભ્યાસ અહિં તે કરાયેલે નથી, તે વાત તે સર્વ દર્શનકારને વિદિતજ છે. જેનો અહિંઆ અભ્યાસ નહિ કરાયા છતાં તેવી ક્રિયામાં જોડાય તે ક્રિયા પૂર્વ જન્મથી લઈને આવેલ છે, એમ પ્રત્યભિજ્ઞા વડે ઉપલબ્ધિ થાય છે. માટે આ ચિન્હથી (લિંગથી) પૂર્વ જન્મની સિધ્ધિ અવશ્ય થાય છે. તેમજ સુંદર સ્વરૂપવાલા દડા, ઘુઘરા, રૂપિયા, પૈસા વિગેરે જોઈ કુતૂહલ વૃત્તિથી બાળક તેને ગ્રહણ કરવા પ્રયત્ન કરે છે, વળી જુદી જુદી જાતની અનેક ક્રિયાની ચેષ્ટા પણ કરતા બાળક આપણે જોઈએ છીએ તેવા ચિન્હથી તેવા પ્રકારનું, તેવી સંજ્ઞાવાળું જાતિસ્મૃતિ જ્ઞાન તેમાં સિધ્ધ થઈ જાય છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, ભક્તિ, પૂજા, દેવગુરૂ ઘર્મ ઉપર શ્રધ્ધા આદિ અનુષ્ઠાન, તેમજ પૂજ્ય માતા પિતા ગુરૂ વિગેરેની સેવાભક્તિથી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયે પશમ થવાથી જીવને
For Private And Personal Use Only