________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૧
સમતા એટલે રાગદ્વેષનો ઉદય જરા પણ ન થવા દે તેવી મેટી સમપરિણામતા પણ થાય છે. ઋતંભરાધી એટલે ઋતંભરા નામની બુદ્ધિ મેહનીય, જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અંતરાય એ ચાર કમને ક્ષય કરતાં શુકલ ધ્યાનના પ્રથમ બે પાયાના ધ્યાન વખતે સિદ્ધાંત, અનુમાન અને પ્રમાણુથી યુક્ત આત્માના ઉપયોગમાં વર્તતા મહાન યેગીને થાય છે. કહ્યું છે કે આજનનુમાન, થાનાખ્યાતન જા ત્રિકા પ્રાથન પ્રશા, મતે જ્ઞાનમુત્તમ છે ?
અર્થ –આગમ તથા અનુમાન વડે જાણવામાં આવતી વસ્તુને ધ્યાનના અભ્યાસમાં પડતા રસ વડે, ત્રણ પ્રકારના એટલે દ્રવ્યમય, ગુણમયને પર્યાયમય ક૯૫નાના વચનથી જેને ઉચ્ચાર ન કરી શકાય, પણ આત્માનુભવમાં જ જણાય તેવા પ્રકારની ઋતંભરા બુદ્ધિ રૂપ જ્ઞાન અથવા મહાપ્રજ્ઞા આત્માને ચગના બલથી પ્રગટે છે. ૧
ગના અભ્યાસમાં ઉપર બતાવેલા દેષ ક્ષય વિગેરે અથવા લબ્ધિઓ અવશ્ય ઉચિત જ છે. આમ યેગના અભ્યાસી પુરૂને જે જે લબ્ધિ-સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, તેનું સ્વરૂપ આગમમાં સિદ્ધાંતમાં આત–પૂજ્ય પુરૂષોએ સારી રીતે સમજાવ્યું છે. માટે તે ઉપર શ્રદ્ધા રાખીને મેક્ષના અથ–મુમુક્ષુ આત્માઓ અધ્યાત્મ યેાગમાં અવશ્ય અભ્યાસ કરશે. ૫૫
આ પ્રમાણે યોગના અભ્યાસથી જે ફળ પ્રાપ્ત થાય છે. તેથી જે સિદ્ધ થયું તેની પ્રસિદ્ધિ માટે કહે છે –
For Private And Personal Use Only