________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦ અર્થ–બલકમાં જ્ઞાન પ્રથમ અ૫ દેખાય છે. પણ જેમ જેમ વય વધે છે તેમ તેમ જ્ઞાન પણ વધે છે, એમ પ્રત્યક્ષ અનુભવાય છે. તેવી જ રીતે જગતમાં સર્વ માણસો છે, તેમને બધાને સરખું જ્ઞાન નથી હોતું. કેઈને કાંઈક હાનિ, કઈને કાંઈક વિશેષતા પણ દેખાય છે. જેમકે યોગી લેક પરોક્ષ રહેલી ભૂત ભાવી વસ્તુનું પ્રત્યક્ષ જ્ઞાન ધરે છે, તેવું તમે પણ કહે છે તેવું અગી આત્માને નથી હતું. એવી જ રીતે જ્ઞાનાવરણીય કર્મના અભાવથી કોઈ મહાન યોગીને જગતના સર્વ પદાર્થોને જાણવા દેખવા રૂપ ઉત્કૃષ્ટ જ્ઞાન પણ પ્રગટ થવાનું સર્વથા સંભવે જ છે. જેમકે આકાશના પરિણામની મર્યાદા ન હોવાથી તરતમ તાની પ્રાપ્તિથી મહદુ પરિણામી આકાશને જેમ જણાવી શકાય છે. તેમ સર્વ પદાર્થોના ગુણ ધર્મ પરિણામ (પર્યાચને) જાણવાની જે સંપૂર્ણ શક્તિ ધરાવે છે, તે સર્વજ્ઞ કહેવાય છે. ૩
આમ હવાથી પ્રમાણથી એટલે પ્રત્યક્ષથી, અનુમાનથી ને આગમ પ્રમાણથી, આત્મા, કર્મ, સ્વર્ગ, નરક વગેરેનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. અને શ્રદ્ધાથી તેમ માનવું પણ થાય છે. પ૧
તે વસ્તુને સિદ્ધ કરી હવે વેગથી બીજાં જે ફળ પ્રાપ્ત થાય છે તે જણાવે છે
किं चान्यद्योगतः स्थैर्य, धैर्य श्रद्धा च जायते । मैत्री जनमियत्वं च, प्राविमं तत्वमासनम् ॥ ५२ ॥
For Private And Personal Use Only