________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હવે હેતુ પૂર્વક અનુમાનથી સર્વજ્ઞની સિદ્ધિ કરે છે. क्षीयते सर्वथा रागः, क्वापि कारणहानितः। ज्वलनो हीयते किं न ?, काष्टादीनां वियोगतः ॥ २॥
અર્થ:–શુદ્ધ ચારિત્રવતેને અપ્રમાદ ભાવે ગુણશ્રેણિમાં ચઢતાં જ્ઞાન, દર્શન, ચારિત્રગની શક્તિને રેક્વાનું સામર્થ્ય ધરાવનાર ઘાતકમે સર્વથા ક્ષય થાય છે. એવી જ રીતે રાગ દ્વેષના કારણ રૂપ કર્મને ઉત્પન્ન કરનારા કારણની હાની એટલે ક્ષય થવાથી તે રાગદ્વેષને પણ ક્ષય થાય છે. અને તે રાગદ્વેષના ક્ષયથી જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્યને રોકનાર આવરણે રૂપ કમનો ક્ષય થવાથી, આવારકના અભાવથી જગતના સર્વ દ્રવ્ય, ગુણ, કર્મો (પરિણામો), અથવા પર્યાયે જેનાથી જાણે છે અને દેખે છે, તેવા અનંત જ્ઞાન, દર્શન રૂ૫ આત્મગુણ સહજ ભાવે પૂર્ણ પણે પ્રગટે છે. તેમાં ઈતિય તથા મનની પણ સહાય તેમને નથી જોઈતી. સ્વયં સ્વતંત્ર ભાવે જ્ઞાન તેઓમાં પ્રગટ થયેલું હોવાથી તેઓ સર્વજ્ઞ છે, એમ જાણવું. અહીં દષ્ટાંત આપતાં જણાવે છે કે જેમ સર્વને દહન કરનાર અગ્નિ પણ જ્યાં સુધી દાઢ-કાઈ મલે ત્યાં સુધી બાળવાનું કાર્ય કરે છે, પણ દાહ્યને અભાવ થયે છતે તે અગ્નિ સ્વયં નષ્ટ થાય છે. તેમ રાગદ્વેષના ઉપાદાન કારણભૂત જે કર્મ છે તે નષ્ટ થયે છતે, રાગદ્વેષ નષ્ટ થવાથી આત્મા સર્વજ્ઞ બની શકે છે. ૨
प्रकर्षस्य प्रतिष्ठान, ज्ञानं क्वापि प्रपठ्यते । परिणाममिवाकाशे, तारतम्योपलब्धितः ॥ ३ ॥
For Private And Personal Use Only