________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬ આ ચેતના છે, એમ આત્માના અનુભવમાં નિત્ય આવવું જોઈએ, પણ તપાસતાં તે ચેતના ભૂતેમાં સિદ્ધ થતી નથી. પ્રત્યેક ભૂતેમાં કઠિનતા રૂપ સ્પર્શતા, રૂપવ, ગંધત્વ વિગેરે વડે જેવી ગ્રાહ્યતા અનુભવાય છે, તેવી આત્મામાં અનુભવાતી નથી.
काठिन्यादिस्वभावानि, भूतान्यध्यक्षसिध्धितः। चेतना तु न तद्रूपा, सा कथं तत्फलं भवेत् ॥२॥
અર્થ–પૃથ્વી આદિ સર્વ ભૂતે કઠણ, કમલ, ભારે, હલકાં, જાડાં, પાતળાં, લુખાં, ચેપડયાં, લીશા, સુવાળા, બુઠાં, તીક્ષણ વિગેરે ગુણ-સ્વભાવને ધરનારાં છે, એમ પ્રત્યક્ષ ઈદ્રિય વડે જેવાતું હોવાથી સર્વ ભૂતેની જડ સ્વરૂપે સિદ્ધિ છે એમ તે નિશ્ચિત જ છે, પણ આત્મ સ્વરૂપ ચતા તેવા પ્રકારના ભૂતના સ્વભાવને ધારણ કરતી નથી, ચેતના તે સર્વ પદાર્થોને બોધ કરનારી છે, તેથી તે ભૂવને ધર્મ નથી. તેમ તેના ફળ રૂપ પણ નથી. જેને સ્વભાવ ભૂતના ધર્મથી વિરૂધ હોય, તે ભૂતનો ધર્મ કે ફળ કેવી રીતે બને ? ન જ બને.
આવી રીતે આત્મા, કર્મ, જ્ઞાન, દર્શન, ચારિત્ર વિગેરે દ્રવ્ય અને તેના ગુણ પયય વિગેરે ઈદ્રિયથી પ્રત્યક્ષ ન હોવા છતાં અભાવરૂપ નથી. પણ વિશેષ જ્ઞાનવંત સર્વજ્ઞ વીતરાગને તે અવશ્ય પ્રત્યક્ષ છે. તેમના વચન પ્રમાણે આપણને અનુભવ થતો હોવાથી તેવા પુરૂષના વચન પ્રમાણ માનીને હવે પક્ષ વસ્તુઓ યુક્તિપૂર્વક અનુમાનથી ઘટે છે તે જણાવતાં જીવેને સુખ દુઃખ વિગેરેનો અનુભવ કર્મથી થાય છે, તે વાત જણાવે છે:
For Private And Personal Use Only