________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩ ગથી થનારી સિદ્ધિઓ જેમને પ્રત્યક્ષ પ્રગટ થઇ નથી તેવા જીવ ચર્મચક્ષુથી જે બાહ્ય વસ્તુ દષ્ટિ મર્યાદામાં આવી હોય તે જે જાણી શકે ઈં. તેવા ઈદ્રિયથી જોવા જાણવા પ્રવૃત્તિ કરનારા પ્રમાતા નિશ્ચયપૂર્વક ગોચરતીત એટલે ઈતિયેથી અગોચર ( પાંચ ઇદ્રિ વડે જે વસ્તુ નથી જણાતી) એવી આત્મા, કર્મ, પરભવ, સ્વર્ગ, નરક આદિ વસ્તુઓ પણ હાથના તલીયા ઉપર રહેલા આંમળાની વા મેતીની જેમ યથાર્થ સ્વરૂપે, પરીક્ષા પૂર્વક અવેલેકન કરીને જાણે છે. માટે ઇંદ્રિયથી જે ન દેખાય એવી જ્ઞાન, કર્મ, આત્મા, સ્વર્ગ, નરક, મેક્ષ સ્થાન વિગેરે વસ્તુઓ વિશેષ પ્રકારે ગુરૂના ઉપદેશથી, આમ જ્ઞાનથી, ધ્યાન સમાધિથી જાણે છે. તેમજ વળી બીજા કણ કણ શકે છે? તો કહે છે કે “જે
ગ સિદ્ધ છે તેવા મહામાર, દિવ્ય દર્શન વડે ચારિત્ર ગથી પ્રાપ્ત થતી લખ્યએ દ્વારા પ્રત્યક્ષ જાણી શકે છે, એમ જેના કહે છે. તો અમે મીમાંસકે રોગીઓને દેવશક્તિ હેવાથી ઇંદ્રિય અાચર વસ્તુઓ જાણે છે, એમ કહીએ જ છીએ, આપ એમાં શું વિશેષ જણાવે છે ?” તેના ઉત્તરમાં આચાર્ય મહારાજ જણાવે છે કે અમે કહીએ છીએ કે એવી જ રીતે સ્વપ્નથી, દેવની કૃપાથી ગુરૂના ઉપદેશથી, તથા આમના અભ્યાસથી, ચારિત્ર યોગના બલથી, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય કર્મના ક્ષપશમ ભાવથી જાગતી જ્ઞાન શક્તિથી, ઈદ્રિયથી અગે ચર આત્મા જ્ઞાન કર્મ વિગેરે વસ્તુ એને નિશ્ચય શ્રદ્ધાપૂર્વક કરી શકે છે, એમાં જરા પણ બાધ એટલે શંકા રહેતી નથી. અપસરાદિક જાણવામાં કાંઈ આશ્ચર્ય છે જ નહિ, એટલું તે અલપ શક્તિવાળા પણ
For Private And Personal Use Only