________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્થ:–જેમ મેલથી યુક્ત સુવર્ણની શુદ્ધિ સાર તથા પાણી અને અગ્નિના સંયોગથી થાય છે, તેમજ અવિદ્યા વડે મલીન જીવાત્માની શુદ્ધિ પણ દર્શન, જ્ઞાન, ચારિત્રયોગરૂપ ક્ષાર, પાણી અને અગ્નિવડે થાય છે. ૪૧
વિવેચન –જેમકે ત્રાંબા, લેઢા, કથીર તથા માટીથી એકમેક થયેલા સેનાની શુદ્ધતા લાવવા માટે પ્રથમ ક્ષાર તથા પાણીવડે માટી વિગેરે દલ દૂર કરાય છે. ત્યાર પછી અગ્નિના સંયોગથી લાગેલા તાપથી કુધાતુઓને નાશ થવાથી સુવર્ણ શુદ્ધ થાય છે. તેથી અગ્નિના સંયોગરૂપ નિમિનવડે સુવર્ણરૂપ દ્રવ્ય યથાર્થ એટલે વ્યભિચાર શુદ્ધતા મેળવે છે. તેમજ શુદ્ધ દર્શન, જ્ઞાન તથા ચારિત્રરૂપ ગમય અનિરૂપ ઉપાદાને કારણુવડે જીવ દ્રવ્ય તથા ભાવ કર્મરૂપ મેલને ખપાવીને, મન વચન કાયાની નિર્મળતા એટલે શુદ્ધતા પ્રાપ્ત કરે છે. કહ્યું છે કે-“આત્મ કર્મ સંબંધ છે, અનાદિને હે, રજ કનક દષ્ટાંત કે, અનાદિ સાંત ભવ્ય આશ્રયી, અભયને હું કહું સુણે વિચાર કે, જિનવાણ ચિત આણીયે ૧ ” જેમ હેમ-સુવર્ણની શુદ્ધિ ક્ષાર પાણી અને અગ્નિથી થાય છે. તેમ ચેતન એટલે આત્મા અને મનની શુદ્ધિ પણ સમ્યમ્ યોગ વડે થાય છે. અનાદિકાલીન અવિદ્યારૂપ મિથ્યાત્વ, અજ્ઞાન, રાગ, દ્વેષ,મેહ, માયાથી કર્મ સાથે ક્ષીર નીરની પેઠે એક સ્વરૂપે બનેલા આત્માને સત્ય વસ્તુ સ્વરૂપનું ભાન થતું નથી. અને ભ્રાંતિથી કમ મલને સંયોગ કર્તા અનાદિકાલથી સંસારમાં અનેક દુઃખે ભગવે છે. તેવા કર્મરૂપ ચીકણા મેલને સમ્યગ દર્શન જ્ઞાન ચારિત્રરૂપ યોગવડે શુદ્ધ કરતે જીતે
For Private And Personal Use Only