________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અધમ–દેવ ગુરૂ ધર્મના વંચકે પ્રત્યે પણ, ઉપકાર માટે અગ્ય હોય તેવા પ્રત્યે પણ માધ્યસ્થતા ચિંતવવી, પણ વૈર ન રાખવું. આ ચાર ભાવના આત્મ સમાધિમાં ઉપયોગી રહેવાથી તે પણ યોગનું અંગજ જાણવું. ૩ ધ્યાન-ધર્મ ધ્યાન ને શુકલ ધ્યાન એમ બે ભેદે છે. તે આત્માને ઉચ્ચ શ્રેણીઓ લાવવાનું કારણ થાય છે. ધ્યાનને વિચાર સમજવા માટે તેનું સ્વરૂપ વિસ્તારથી કહું છું. ધ્યાનમાં આર્તા, રૌદ્ર, ધર્મ અને શુક્લ એમ ચાર ભેદ છે. તેમાં ૧ આરયાન-ઈવસ્તુને અલાભ, અનિષ્ટવસ્તુને સંયોગ, આજીવીકા તથા મરણને ભય દૂર કરવા, અને ઈષ્ટને મેળવવા માનસિક પ્રયત્ન તે આ ધ્યાન. ૨ રૌદ્ર ધ્યાન-હિંસા, ચેરી, અસત્ય, મૈથુન, પરિગ્રહ માટે અતિ તીવ્ર ઈચ્છા તે રૌદ્રધ્યાન. આ ધ્યાનમાં જીવના રોદ્ર એટલે ભયંકર પરિણામ થાય છે. આથી આ બે ધ્યાન ત્યાગવા યોગ્ય છે અને ધર્મ ધ્યાન તથા શુકલ ધ્યાન ધરવા યોગ્ય છે ૩ ધમ ધ્યાન એટલે મિથ્યાત્વને અને અવિરતિને ત્યાગ કરી, પાંચ મહાવ્રત ધરવા. તેના ચાર પ્રકાર:-પૂર્વે કહેલા પ્રભુના આગમને અભ્યાસ કરી–અનુભવ કરી ચારિત્રવડે આજ્ઞા પાળવા વિચારવું તે ૧ આજ્ઞા વિચય નામે પહેલે ભેદ. ભવ-સંસારનું અનિત્યત્વ, તથા દુ:ખ વિપાક વિચારવા તે ૨ અપાય વિચય નામે બીજે ભેદ. સુખ દુઃખને સંબંધ વિચારહે તે ૩ વિપાક વિચય નામે ત્રીજે ભેદ એ સંસ્થાન વિચય તેમાં લેક સ્વરૂપને, દ્રવ્ય ગુણ પર્યાયને વિચાર કર. બીજા ચાર ભેદ આ પ્રમાણે -૧ પિંડસ્થ એટલે પ્રભુની
For Private And Personal Use Only