________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેથી તે પ્રમાણે પૂજ્ય આપ્ત પુરૂષથી કહેવાયેલા વચનથી સફ્લેગ માર્ગમાં પ્રવૃત્તિ કરાય છે, પણ અનાત એવા અજ્ઞાની મનુષ્યના ભંસક–વિરૂદ્ધ વચનમાં વિશ્વાસથી પ્રવૃત્તિ કરવી તે મહા અનર્થના હેતુ ભૂત હોવાથી કરવા ગ્ય નથી. ૨૫
તેથી વિરૂદ્ધ પ્રવૃત્તિ દોષમય છે તે બતાવે છે – अतोऽन्यथा प्रवृत्तौ तु, स्यात्साधुत्वाद्यनिश्चितम् । वस्तुतत्त्वस्य हन्तै, सर्वमेवासमञ्जसम् ।। २६ ॥
અર્થ:–તેથી પૂર્વે કહેલા તવેથી જે વિરૂધ્ધ પ્રવૃત્ત કરાય તે આ ક્રિયામાં સાધુપણું છે કે અસાધુપણું વિગેરેના પણ નિર્ણય ન કરી શકાય અને વેગ તત્વરૂપ વસ્તુના સ્વભાવ પણ અસમંજસ બની જાય તે કારણથી શ્રદ્ધાપૂર્વક પ્રવૃત્ત થવું, ૨૬
વિવેચનઃ–તે કારણે પૂર્વે કહેલા ગુણવાલા વચનથી વિરૂધ્ધ એટલે જુદી રીતે ધર્મની પ્રવૃત્તિ ધર્માર્થ લેકે કરે તે સત્ય કે અસત્યને વિવેક ન રહે, એટલે પાંચ ઇદ્રિય અને મનથી પ્રત્યક્ષ જ્ઞાનમાં વ્યવહાર સંબંધી જે અનુભવ આવે છે, તેમજ રાગદ્વેષ રહિત વીતરાગ મહાન તીર્થકર, ગણધર, આચાર્ય, ઉપાધ્યાય, સ્થવીર સાધુ પુરૂ
એ જે તત્વજ્ઞાન અને ક્રિયા અનુષ્ઠાન આપણને આપ્યું છે. તેમજ વ્યવહારમાં પણ તેવું દષ્ટિગોચર કેટલુંક થાય છે, તે ઉપરથી હેય, ઉપાદેય, તથા સેયને અનુભવ થયેલ હોવા છતાં પણ મેહના ઉદયથી તેવા ઉત્તમ ગુણવાલી પ્રભુની વાણીથી અન્ય રીતે યમ, નિયમ ન પાળવા, બ્રહ્મચર્ય ન પાળવું, માદા અત્યંતર શુદ્ધિ ન રાખવી, દેવપૂજા, ગુરૂભક્તિ,
For Private And Personal Use Only