________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રત્યક્ષ જાણવું. અને લિંગ એટલે ચિહ્ન તેના વડે લિંગીઅનુમેય પદાર્થોનો નિશ્ચય કરાય છે. જેમકે “તો હ. મા ધૂમા” અનુમાન રૂપ લિંગ ધુમાડાની સાથે અનુમેય વહ્નિને સંબંધ સર્વત્ર જેવાય છે, તેથી અનુમેય અપ્રત્યક્ષ અગ્નિને નિશ્ચય કરાય છે. તેવી રીતે આત્મા કમ ઈદ્રિયે મન વડે આજે ય છે, આ ભેગ ભકતા છે. તેને બીજા પદાર્થોનું સ્વરૂપ પ્રત્યક્ષથી જેનું ફલ દેખાય છે, તેવા ફલના કારણભૂત કર્મોના અનુમાનથી પણ નિશ્ચય કરાય છે. તેમજ આત્મા-જીવ વિગેરે બાહ્ય વ્યવહાર પ્રત્યક્ષથી નહિ દેખાતા અર્થમાં પણ ઈચ્છિત ચેષ્ટા વડે બાલકમાં ધાવવા માટે માતાના સ્તનને મુખ અડાડવું એવું અહિં નહિ શિખવાડયા છતાં કરવાપણે, આત્મા-જીવ પૂર્વકાલમાં હતો, અને તેવી જ રીતે અહિંથી નવા ભાવમાં પણ જનારે છે, એમ અનુમાન જ્ઞાનથી અનુમેય જે અદષ્ટ કિયાની પણ સિદ્ધિ થાય છે, તેથી પરિણમી સ્વભાવથી આત્માની સિદ્ધિ આવે છે, પણ વિરોધ રૂપ બાપ આવતો નથી, તેથી પિતાના સંવેદન વડે હું સુખી હું દુ: ખી એવા અનુભવ જ્ઞાન વડે આત્માનું પ્રત્યક્ષ દેખાવાપણું છે. તેમજ અન્ય પદાર્થોમાં શરીર, ઇ દ્રિવે, મન, સુખ, દુ:ખ, લાગ્ય, ભોગ વિગેરેમાં પ્રવૃતિ પણ હું ભાવથી કરાય છે તેવી જ રીતે અનુમાનથી તથા આત પુરૂષના વચનથી સ્વ–આ૫વર્ગ વિગેરે અદષ્ટ પદ માં શ્રદ્ધાથી યુકત પ્રવૃતિ યથાર્થ ઘટે છે કે કેમ? તેને વિચાર કરીને યુગમાં પ્રવૃત્ત થવું, તે કારણે કરવા એગ્ય કત્તામાં પ્રવૃત્તિની ઉપાદાનતા, અને અભક્ષ્ય, અપેય, અગમ્ય કાર્યોથી નિવૃત્તિ એટલે ત્યાગ રૂપ પ્રવૃત્તિ કરાય છે, તેજ એગ્ય છે.
For Private And Personal Use Only