________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણકે “અદચુનાનુન્નિજિ નિર્ચ” આવી કુટસ્થ નિત્યતા જે આત્મામાં હોય તો તે કાંઈ પણ પ્રવૃત્તિ નજ ઘટી શકે. તેથી સંસાર કે મોક્ષની ક્રિયા રૂપ ગ પ્રવૃત્તિને અસંભવજ આવે છે. તે માટે આત્મા જે પરિણમી હોય તેજ સુખ દુઃખ રૂ૫ તેવા તેવા કર્મના વિપાકને ભેગવે, અને અનુકુળ સમયે મોક્ષને જાણવા માટે તેના આત્મામાં પરિણામીપણું હેવાથી જ, ઉપદેશક પૂજ્ય ગુરૂઓના ઉપદેશ રૂપે તેમના મુખકમળથી નીકળતી ભાષા સાંભળીને પછી તેવા પ્રકારના પરિણામ થાય છે. તે આપણને અનુભવ થતું હોવાથી વચનથી જ પ્રવૃત્તિ થાય છે. તેથી પરિણમીત્વ સિદ્ધ થયું. માટે તેવા પૂજ્ય આપ્ત અરિહંત, ગણધર, પૂર્વઘર, આચાર્ય, ઉપાધ્યાય, તથા સ્થવર ગુરૂના વચનમાં વિશ્વાસ લાવી, તેમને ઉપદેશ મનમાં ધારણ કરે, અને જ્યાં પ્રત્યક્ષ ભાવે અનુભવ થાય તથા આગમ, અનુમાન, પ્રત્યભિજ્ઞા એવા દષ્ટ પ્રમાણથી બાધ એટલે વિરૂદ્ધપણું ન આવતું હોય, તેમજ આત્માનું સર્વથા પારમાર્થિક પૂર્ણ ઈષ્ટ હોય તેવા અનુભવથી સિદ્ધ થનારા એવા યેગમાર્ગમાં પ્રવૃત્તિ કરવી, પણ વિચાર કરતાં જે અતાત્વિક લાગતાં હોય, તે વચનમાં અંધ શ્રદ્ધાથી જેની બુદ્ધિ હણાઈ હેય તેઓના વચનમાં વિરોધ આવતો હોવાથી આત્માનું હિત કરવા ઈચ્છતા ડાહ પંડિતાએ તે માગે વિચરતાં વિચાર કરવો જોઈએ. ૨૩
હવે “આવા ગતત્વના વચને શા કારણે વિચારવા જોઈએ?” તે કહે છે –
For Private And Personal Use Only