________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮ )
માટે ન કર ? માટે સર્વકર્મનિમુક્ત સિદ્ધ પરમાત્માને તથા મહનિય આદિ ઘાતિ કર્મને નાશ કરનારા આરિહંતને ઈશ્વર તરીકે માનવા એ ન્યાય છે. ઉપાસના કરવા માટે તે જ એગ્ય છે; કારણ કે ત્યાંજ કેવલજ્ઞાન આદિ સર્વ ગુણેને પૂર્ણ પ્રકાશ થયેલ છે. (૧) જગતકર્તાપણું જે એક પુરૂષમાં સ્વીકારાય તે જગની રચના કરવામાં સમવાયી કે નિમિત્ત કારણભૂત ઈશ્વર છે? જે તે ઈશ્વર સમવાયી કારણ હોય તે ઈશ્વર જગરૂપ થઈ અનેક પ્રકારનાં સુખ દુઃખ ભેગવે અને નારક તથા દેવરૂપ પણ થઈને અનેક પ્રકારનાં વિચિત્ર ભાવને નટની પેઠે ધારણ કરે, તે માનવું અનિષ્ટ છે કારણ કે તેથી સર્વ જી ઇશ્વરરૂપ થઈ શકે. અંશરૂપ હોવાથી જીવથી ભિન્ન ઇશ્વરની અસિદ્ધિ થઈ જાય છે. વળી અસમવાયી કારણ સાગરૂપ હોવાથી તે અનિત્ય છે કારણ કે કાર્ય નષ્ટ થયે છતે અસમવાયી કારણને પણ નાશ થાય છે તેથી ઈશ્વરમાં તે કારણ પણ ઘટતું નથી. હવે નિમિત્ત કારણ જે ઇશ્વરમાં માનીએ તે જગથી ભિન્ન શરીરધારી ઇવર સ્વીકારવું જોઈએ. કાર્ય કરવામાં શરીરધારી કર્તાને વ્યાપાર વ્યાપ્ય વ્યાપક લાવ માન પડે તેવું ઉપકારી ઈશ્વરમાં સંભવતું જ નથી. જીવને દુઃખ આપવાને આરે પણ તે ઈશ્વર ઉપર આવે છે તેથી (૨) વળી ઈશ્વરનું એકપણું માનવું તે પણ અસંગત છે, કારણ કે સિદ્ધ ઈશ્વરે અનેક છે, અનાદિ ઈશ્વર એક છે એમ કહેનારાઓને જણાવીએ છીએ કે સિદ્ધથી અન્ય જે સંસારી જીવે છે તેમને જ્યાં અત્યંતાભાવ છે તેવા ઈશ્વરનું જે જ્ઞાનાદિ
For Private And Personal Use Only