________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૨)
અહીં વ્યવહાર દષ્ટિથી કઈ વખત ભેદની પ્રધાનતા અને કેઈ વખત અભેદની પ્રધાનતા હોય છે. બે દષ્ટિને
જ્યાં મેળાપ થાય છે ત્યાં પ્રમાણ થાય છે તેથી વિકલ્પ પણ પ્રમાણરૂપ છે પણ જ્યાં અજ્ઞાન મિથ્યાત્વ માયાને દેષ છે તે અપેક્ષાએ અપ્રમાણ છે એમ જાણવું તેથી વિક૯૫ પ્રમાણુ તથા અપ્રમાણરૂપે પણ થાય છે. એ ૯ છે
હવે નિદ્રાનું સ્વરૂપ કહે છે. अभावप्रत्ययाऽऽलम्बनानावृत्तिनिद्रा ॥१-१०॥
ભાવાર્થઅભાવ વિષયવાળા જ્ઞાનને આશ્રય કરવાવાળી જે ચિત્તવૃત્તિ તે નિદ્રા કહેવાય છે, એમ મહર્ષિજીનું માનવું છે પણ અહીં નિદ્રા સંબંધી વિચાર કરતાં વસ્તુસ્વરૂપના જ્ઞાનના અભાવને ગ્રહણ કરી સર્વથા નિદ્રા નથી હોતી. કેઈ કઈ વખત નિદ્રામાં પણું સ્વપ્ન આવે છે તેમાં હાથી, ઘોડા, પાલખી વિગેરે પદાર્થોને પ્રાદુર્ભાવ થાય છે તે સર્વથા મિથ્યા નથી હોતા, કેઈ વખત સાચી વસ્તુને પણ ભાસ થાય છે, વળી કેટલીક વખત જાગ્રતમાં જે વસ્તુને અનુભવ થાય છે તે નિદ્રામાં પણ અનુભવ થાય છે. અને જાગ્યા પછી તે વાત પુરેપુરી સાચી સિદ્ધ થાય છે. શ્રી વિવેકાનંદ સ્વામિ પણ ઉંઘમાં અનેક પ્રકારના તરંગો ઉઠવાનું જણાવે છે એટલે સર્વથા અભાવનું અવલંબન નથી એમ સિદ્ધ થાય છે. તેવી જ રીતે સ્વપ્ન અવસ્થામાં કેટલાક
For Private And Personal Use Only