________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૃતિ એમ પાંચ પ્રકારની ચિત્તવૃત્તિ છે, એમ સાંખ્ય મતે મનાય છે. પણ વાસ્તવિક રીતે તે પ્રમાણ અને વિપર્યય એ બે ભેદ જ સંભવે છે, બાકીના ત્રણ ભેદને આ બેમાં અંતર્ભાવ થાય છે. પણ જે પ્રત્યેક ભેદ લઈએ તે ક્ષોપશમ ભાવની અપેક્ષાએ ભેદથી અસંખ્યાત ભેદે પણ થાય. અહિં જે વિચાર કરીયે તે જણાશે કે પ્રમાણે મનની વૃત્તિરૂપે નથી, કારણ કે પ્રમાણ તે તે જ્ઞાનસ્વરૂપ છે અને તે આત્માને વસ્તુસ્વરૂપ જાણવાને વ્યાપાર છે. હવે પ્રમાણમાં સમૃતિ, પ્રત્યભિજ્ઞા જ્ઞાનને પણ સમાવેશ થાય છે, તે જે સત્ય હોય તે પ્રમાણમાં અને જે અસત્ય હોય તે વિપર્યયમાં સમાવેશ થાય છે. તેમજ વિકલ્પ સંકલ્પ પણ કઈ સાનુકુળ વસ્તુવાળા પ્રતિકુલ વરતુવાળા દેખતા, સાંભળતા સ્મૃતિમાં આવતાં શાંતિ વા અશાંતિવાળા તે તે નિમિત્તા પ્રાપ્ત થતા અનેક પ્રકારના થાય છે તેમાં કેટલાક સત્ય શાંતિ આપે તેવા હોવાથી પ્રમાણરૂપે અને અસત્ય હોવાથી તે વિપર્યયરૂપે થાય છે તેથી અહંતુ સિદ્ધાંત પ્રમાણે બે જ વૃત્તિમાં પાંચને સમાવેશ થાય છે. તે ૬
तत्र प्रत्यक्षानुमानागमाः प्रमाणानि ॥ १-७॥
ભાવાર્થ-તે પ્રમાણ વૃત્તિમાં ત્રણ પ્રમાણ જ્ઞાનજનક છે. તે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એમ ત્રણ પ્રમાણ છે. તેમાં પ્રમાણનું પ્રથમ લક્ષણ જાણવું જોઈયે. પ્રમાણે તે આત્માનું દૃષ્ટવ-દર્શનજ્ઞાન શક્તિરૂપ જે ઉપ
For Private And Personal Use Only