________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ પ ].
ભગવાનનું, કે જેઓ ભવ્યાત્માઓને હિતકર ઉપદેશ આપીને પરોપકાર કરે છે, તેમની પ્રતિમા અથવા સમવસરણમાં વિરાજમાન તીર્થકર દેવના શરીરને અનુસરી પ્રતિમા તથા તેવા બીજા પણ ચક્ષુ આદિ ઇંદ્રિથી જોઈ શકાય તેવા રૂપી દ્રવ્યનું અવલંબન કરીને ત્રાટક વા પ્રાણાયામ રૂપે ધ્યાન કરવું તે સાલબન ધ્યાન (ગ) કહેવાય છે. બીજા અરૂપીમાં જે શરીર, મન, વચન, રૂપ, રસ, વર્ણ, ગંધ, સ્પર્શ, સાતા, અસાતા, ઉચ્ચ અને નીચતા આદિ અનેક પ્રકારના રૂપીપણાનો ત્યાગ કરીને સહજાનંદ ચિન્મય સિદ્ધદશાને સાદિ અનંત ભાગે પામેલ સિદ્ધ પરમાત્માના જે કેવલજ્ઞાન, કેવલદર્શન વિગેરે આત્મિક ગુણે-ચક્ષુ આદિ ઇદ્રિયોથી અગોચર છે તેવા ગુણોનું ધ્યાન તે અરૂપી ધ્યાન કહેવાય છે. તેમાં પણ તે ગુણેને આત્મભાવે સ્વપરને ભેદ ત્યાગીને અત્યંત સૂક્ષ્મ ભાવમાં એક રૂપે થઈને જે વચનથી પણ નહીં કહી શકાય તેવા પ્રકારના અત્યંત સૂક્ષ્મ ગુણોના પરિણામનું જે ધ્યાન તે નિરાલંબન ધ્યાન-ગ કહેવાય છે. અથવા જે ધ્યાનમાં રૂપીદ્રવ્યનું આલંબન ન હોય અને અરૂપી દ્રવ્ય (આત્મા અને તેના ગુણે)નું આલંબન હોય તે અનાલંબન ધ્યાન (ગ) કહેવાય છે. એમ વિષયની અપેક્ષાથી પણ બને ધ્યાનમાં ભેદ પડે છે. પહેલા સાલંબન ધ્યાનમાં ચક્ષુ આદિ ઇંદ્રિયથી દેખાય, સમજાય તે દ્રવ્ય (મૂર્તિ) આદિનું જોવાપણું છે; અને બીજામાં તે વિષયને જેવાપણું નથી હોતું.
For Private And Personal Use Only